Abtak Media Google News

અખિલ ભારતીય કોળી સમાજની રાષ્ટ્રપતિ, કુલપતિને રજૂઆત

જૂનાગઢ કૃષિ યુનિ. બાગાયત સંશોધન કેન્દ્ર મહુવાની કચેરીમાં બે અધિકારી દ્વારા આચરાયેલા ભ્રષ્ટાચાર, ઉચાપતની તપાસ કરવા અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મહામંત્રીએ માંગ કરી છે.

અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડાએ પત્ર લખી માંગ કરી છે કે તા.૦૭/૦૭/૨૦ના રોજ રાજ્યપાલ અને કુલપતિ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને સંશોધન વૈજ્ઞાનિક બાગાયત સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ભવાની રોડ મહુવાના અધિકારીની ફરિયાદ કરી હતી.

આ ફરિયાદ બાબતે તા.૨૩/૦૭/૨૦ જા. ન. જું કુયું/સંવે (બાગા) ખાનગી/ટેક-૧/૦૬/૨૦૨૦ના  રોજ એ જ કચેરીના અધિકારી  (સંશોધન વૈજ્ઞાનિક) દ્વારા તપાસ કરવામાં આવી અને તેમાં તેના સાથી કર્મચારી  સામે કરેલ આક્ષેપો તદ્દન ખોટા છે તેવું જણાવ્યું છે. આ કચેરીનાં ભ્રષ્ટાચારમાં આ બંને અધિકારીઓ સંડોવાયેલા હોય તેવું મને સ્પષ્ટ આશંકા હોય તેવું લાગે છે.

તેઓએ  તા.૩૦/૦૭/૨૦ના  પત્રમાં જણાવેલ છે કે તાલીમના માત્ર  રૂપિયા ૨૧  હજાર ફાળવવામાં આવે છે. પરંતુ કચેરીના તા.૭/૦૨/૧૯ના પત્રમાં  તાલીમ ખર્ચ રૂપિયા ૯૭,૫૦૦/- હજાર કરવાનું લખેલ છે તો શું અધિકારી કુલ સચિવને હકીકત લક્ષી ખાનગી અહેવાલમાં ગેરમાર્ગે દોરે છે કે, શું ?? તેની ન્યાયિક અને તટસ્થ તપાસ થવી જોઇએ.

આજ પત્રમાં એવો ખુલાસો કર્યો છે કે તાલીમાર્થીઓને તાલીમ સમયે સ્ટાઈપેન્ડ આપવામાં અંગેની કોઇ જોગવાઇ દર્શાવવામાં  આવી નથી. તા.૬/૦૩/૧૯ ના સંદર્ભિત પત્ર હિસાબી નિયામકની કચેરીના પત્ર જા. ન. જુકુયું/હિની/કંટ્રોલ/એબ.મંજુરી/૯૭૬૪-૬૫ તા.૧૧/૦૨/૨૦ જૂનાગઢના એબ સ્ટ્રેકનો હિસાબ   આપવા બાબતના ખર્ચની વિગતમાં તાલીમાર્થી દીઠ રૂ. ૩૦૦ પ્રતિ દિવસના લેખે  સ્ટાઈપેન્ડ આપેલ  જેની રકમ રૂ.  ૪૫૦૦૦/-  હજાર દર્શાવવામાં આવી છે એટલે હકીકતલક્ષી ખાનગી અહેવાલ સદંતર ખોટો ઉપજાવી કાઢેલ અને ગેરમાર્ગે દોરનારો છે અને મોટા પાયે આ  કચેરીમાં નાણાંકીય  ઉચાપત થઈ હોય એવું સ્પષ્ટ લાગે છે. આ બંને અધિકારીઓ સામે ઉચ્ચ કક્ષાની તપાસ કમિટી બનાવી નાણાંકીય હિસાબની તપાસ થાય તેવી મારી માંગ છે.

આ કચેરીમાં તાલીમ માં ગોટાળો, તાલીમાર્થીઓની પસંદગીમાં ગોટાળો, ફરિયાદ સંદર્ભે યોગ્ય જવાબ ન આપવો,માહિતી અધિકાર કાયદા વારંવાર પત્ર લખી માહિતી ન આપી અને અરજદાર ને હેરાન પરેશાન કરવામાં આવે છે. ત્યારે આ કચેરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય  અને સરકારના  નાણાંની ઉચાપત થતી હોય તેવું લાગે છે ત્યારે આ બંન્ને અધિકારી (મદદ. પ્રાધ્યાપક) અને તપાસનીશ અધિકારી (સંશોધન વૈજ્ઞાનિક) ( બાગાયત) મત્સ્ય સંશોધન તાલીમ કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિ.  સંલગ્ન મહુવા કેન્દ્ર સામે ઉચ્ચ કક્ષાની તટસ્થ તપાસ થાય તેવી માંગ છે.

જો તપાસ નહીં થાય તો કાયદાકીય લડત લડવાની ફરજ પડશે. તેમ આ રજૂઆતમાં જણાવ્યું છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિ. ગાંધીનગર વિજીલન્સ કમિશનર ને પણ રજૂઆત કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.