Abtak Media Google News

અનેકવાર આરટીઇના ઓનલાઇન ફોર્મ ભરવામાં ખામી સર્જાતા વાલીઓને ભારે હાલાકી

ગુજરાતમાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવાર પણ પોતાના સંતાનોને સારી શાળામાં ગુણવત્તાસભર શિક્ષણ આપી શકે તે માટે સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અમલમાં લાવવામાં આવી છે. જેમાં આવક મર્યાદામાં આવતા પરિવારોને આરટીઇનો લાભ મળી શકે છે અને પોતાના સંતાનોને સારી શાળામાં શિક્ષણ અપાવી શકે છે. ગત ૫ એપ્રિલથી રાજ્યભરમાં આરટીઇનું ફોર્મ ભરવાનો પ્રાંરભ થયો હતો. સરકાર દ્વારા ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૫ એપ્રિલ રાખવામાં આવી છે પરંતુ છેલ્લા છ દિવસમાં રાજકોટમાં આરટીઇના ફોર્મ ભરવામાં વાલીઓને ઘણી હાલાકી ભોગવવી પડી રહી છે. કયારેક સર્વર ઠપ થઇ જવાથી માંડીને આવકના દાખલ મેળવવા મુશ્કેલ બનતા ગરીબ લોકો આ લાભથી વંચિત રહી જાય તેવી શકયતા હાલ સેવાઇ રહી છે.

મળતી માહિતી મુજબ આરટીઇ પ્રવેશ પ્રક્રિયા માટે ૫મી એપ્રિલથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શ‚ કરવામાં આવ્યું હતું અને હજુ આ પ્રક્રિયા આગામી ૪ દિવસ સુધી ચાલનાર છે. જો કે વાલીઓનું કહેવું છે કે આરટીઇના ફોર્મ રાજકોટના સાયબરકાફેમાં ભરવા જવા પડે છે. સાયબરકાફે વાળા પણ એક ફોર્મ ભરવા માટેના ૧૫૦ થી ૨૦૦ ‚પિયા ઉઘરાવે છે. કયારેક સર્વર ઠપ થઇ જાય છે તો કયારેક સાઇટ જ ખૂલતી નથી. આમા અમારા જેવા ગરીબ લોકોના બાળકોને સારી સ્કૂલમાં ગુણવતાયુકત શિક્ષણ મળી શકે તેમ નથી.

જોકે આરટીઇના ફોર્મ ભરવા માટેની સમયમર્યાદા ખુબ જ ઓછી હોવાનું લોકો જણાવી રહ્યા છે ત્યારે હવે આરટીઇના ફોર્મ ભરવા માટેની સમય મર્યાદા વધારવા માટેની તીવ્ર માગ ઉઠવા પામી છે. સરકાર દ્વારા આરટીઇના ફોર્મ ભરવા માટેની ૧૫ એપ્રિલ છેલ્લી તારીખ આપવામાં આવી છે તેના બદલે ૧૦ દિવસ જેટલો સમય લંબાવવા આવે તો તમામ લોકોને આરટીઇનો લાભ મળી શકે છે. જોકે આ અંગે વિવિધ વિસ્તારમાંથી સરકારના પ્રતિનિધિઓની પણ જાણ કરાઇ છે. ત્યારે હવે જોવાનું રહેશે કે સરકાર આ બાબતે કોઇ નિર્ણય લેશે કે કેમ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.