Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અધિનિયમ ૧૯૬૫ની કલમ ૮ (અ) ૧ મુજબ કોઈપણ સમિતિમાં ૬૨ વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિને નિયુક્ત કરી શકાય નહીં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયી કુલપતિનું પદ ખાલી રહેલું છે. શરૂ આતમાં ડો.કમલ ડોડીયા અને ત્યારબાદ છેલ્લા બે માસી ગૃહ વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડો.નીલામ્બરીબેન દવેને કાર્યકારી કુલપતિની જવાબદારી સોંપવામાં આવી છે.

ઉચ્ચ શિક્ષણમાં યુનિવર્સિટીના વહિવટનું અત્યંત મહત્વ છે અને આ યુનિવર્સિટીનો વહિવટ કાર્યકારી કુલપતિથી સુચાચુ‚પે ચલાવી શકાય નહીં. કાર્યકારી કુલપતિઓની યુનિવર્સિટીઓના કાયદા સમજવામાં ખૂબ મર્યાદા હોય છે. હાલમાં જ કાર્યકારી કુલપતિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્લાનિંગ બોર્ડની રચના કરી.

સામાન્યત: ઉચ્ચ શિક્ષણના પ્લાનિંગમાં શિક્ષણક્ષેત્ર સો સંકળાયેલા લોકોની નિયુક્તિ કરવી જોઈએ. અખબાર માધ્યમમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ અનુસાર જે લોકોની નિયુક્તિ કરવામાં આવી છે તે લોકો પોતાના ક્ષેત્રમાં કદાચ ખૂબ નિપૂર્ણ અને જ્ઞાની હશે. પરંતુ યુનિવર્સિટીના હવે પછીના પ્લાનીંગમાં તેઓની કામગીરી શઉં ઉપયોગી થશે તે કુલપતિ જ જાણી શકે. દા.ત.સૌરાષ્ટ્રમાં શિક્ષણનું વેપારીકરણ કરવામાં જેને પ્રથમ ક્રમ આપી શકાય તેવા કિરણભાઈ પટેલની નિયુક્તિ ડો.નીલામ્બરીબેન દવેએ કરી, આ નિયુક્તિ પાછળ નીલામ્બરીબેનનું શું ગણિત હોય શકે તે સમજાતું નથી.

સહકારી ક્ષેત્રમાં અગ્રણી એવા જયોતિન્દ્ર મહેતા તેમના ક્ષેત્રમાં ખૂબ ઉમદું વ્યક્તિત્વ ધરાવે છે પરંતુ યુનિવર્સિટીમાં તેઓની ઉપયોગીતા માટે તેમને લેવાયા છે કે સંઘના લોકોને ખુશ કરવા માટે તે સમજાય તેવું નથી. આ જ રીતે કિશોરભાઈ ત્રિવેદી, રમેશભાઈ ટીલાળા જે ઉદ્યોગપતિ છે તેઓ યુનિ.ના પ્લાનિંગમાં શું રોલ ભજવી શકે તે નીલામ્બરીબેન જ સમજાવી શકે.

સૌ.યુનિ. અધિનિયમ ૧૯૬૫ની કલમ ૮ (અ) (૧) માં સ્પષ્ટ દર્શાવ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોઈપણ સમિતિમાં ૬૨ વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિની નિયુક્તિ કરી શકાય નહિ. આમ છતાં વર્તમાન કાર્યકારી કુલપતિ ડો.નીલામ્બરી દવે દ્વારા શા માટે ઉપરોકત લોકો કે જેઓ ૬૨ વર્ષથી વધુ ઉંમર ધરાવે છે તેમની નિયુક્તિ કરવામાં આવી તે બાબત સમજી શકાય તેવી નથી.

સામાન્યત: વર્ષની શ‚આતમાં પરીક્ષાનું કેલેન્ડર બહાર પડી જતું હતું આ વખતે તે નિયત કરવામાં પણ ખૂબ લાંબો સમય પસાર થઈ ગયો. સૌ.યુનિ.ની કેન્ટીનમાં “ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું. સિન્ડીકેટમાં આ અંગે ગંભીર ચર્ચા કરવાને અંતે કાર્યકારી કુલપતિ હજુ કયા કાયદાથી પગલા લઈ શકાય તેની વિચારણા કરી રહ્યાં છે.

સૌ.યુનિ.ના ભવનના અધ્યક્ષોએ સાથે મળીને કીધું હતું કે બાયોમેટ્રીક પદ્ધતિ અધ્યાપકોની હાજરી માટે દાખલ કરવી જોઈએ જેથી કરીને નેકના મૂલ્યાંકન વખતે યુનિવર્સિટીને ઉપયોગ થાય. પરંતુ કયા કાયદા હેઠળ આ માટે જરૂરી વસ્તુઓ ખરીદવી અને તે અમલમાં મુકવી તે નક્કી ન થઈ શકતા હજી સુધી તે કાર્ય હાથ ધરી શકાયું નથી.

આવી અનેક બાબતની ચર્ચા થઈ શકે તેમ છે. સરવાળે સૌ.યુનિ.ના શિક્ષણ જગતના હિતમાં આગામી દિવસોમાં નેકના મૂલ્યાંકનમાં યુનિવર્સિટીને ઉચો ગ્રેડ પ્રાપ્ત થાય તેવા શુભ હેતુથી સૌ.યુનિ.ના ચૂંટાયેલા સિન્ડીકેટ સભ્યો તરીકે મુખ્યમંત્રી સમક્ષ લાગણી વ્યકત કરી સૌ.યુનિ.ને તાત્કાલીક કાયમી કુલપતિ આપવા માંગ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.