Abtak Media Google News

પ૦૦ પ્રકારના ફુલોની મહેક, ર૫૦ પ્રજાતિઓના પક્ષીઓના કલરવ અને ૭૦ જાતના રંગબેરંગી પતંગિયાની શોભાનો અદભુત સમન્વય

ખીણ કે જે પહાડો અથવા પહાડોની વચ્ચેનો એક એવો નીંચાણ વાળો વિસ્તાર કે જયાંથી કોઇ નહી જલધારા ખળખળ વહેતી હોય જેની ધરા ઉપર નાની નાની વનસ્પતિઓ અને ફુલોની ચાદર પથરાયેલી હોય, ચોતરફથી પહાડી ધેરાયેલા હોય ટુંકમાં કુદરતના ખોળે પથરાયેલો પ્રાકૃતિક અને આહલાદક નજારો, ભારતમાં આવી ૨૫ થી વધારે મનમોહક ખીણો આવેલી છ. જેમાંની એક ફુલોની ખીણ છે. જે ઉત્તરાખંડના ચમોલી જીલ્લાના ઉચ્ચ હિમાલયમાં સ્થિત એક સુંદર ભુમી છે.

આ ખીણ પોતાની ભૌગોલિક સ્થિતિ, લીંલું છમ ઘાસ, સમતલ મેદાન અને રંગબેરંગી ફુલોને કારણે અલગ જ આકર્ષણ ઉભું કરે છે.

સદીઓથી ફુલોનું મહત્વ વિશેષ રહ્યું છે. પુષ્પની અભિલાષા નામની કવિતામાં કવિ માખનલાલ ચતુર્વેદીએ ફૂલોની સુંદરતાનું જે પ્રકારે વર્ણન કર્યુ છે તે ખરેખર અદભુત છે.ફૂલોનો રાજા ગુલાબ પોતાના રંગો થકી વિવિધ ભાવનાઓ જેવી કે પ્રેમ, દોસ્તી, આભાર માનવો વગેરેને દર્શાવવામાં ઉપયોગી નિવડે છે.ફૂલો બાળકથી લઇને દરેક ઉમરની વ્યકિતને પ્રિય છે.ફૂલોથી આચ્છાદિત આ નયાભિરામ ખીણ ત્રણ કી.મી. લાંબી અને અડધો કી.મી. પહોળી છે. બગીચાના રુપમાં વિસ્તરીત આ ખીણ ૮૭.૫૦ કી.મી.નું ક્ષેત્રફળ ધરાવે છે. આ રમણીય ઘાટી નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાનનો એક ભાગ છે, જેથી યુનેસ્કોની વિશ્ર્વ ધરોહર સમીતીના ૧૯૮૨માં પ્રાકૃતિક શ્રેણીમાં વિશ્ર્વની ધરોહર તરીકે ધોષિત કરવામાં આવી હતી. હિમાલય ક્ષેત્ર, પિંડર ઘાટી અથવા વેલીના નામથી પણ ઓળખાય છે. તેને દેવી-દેવતાઓનું નિવાસ સ્થાન માનવામાં આવે છે.પિંડર ઘાટીમાં શિવગણ અને દેવતાઓનું વંશજોનું આજે પણ અહીં નિવાસ સ્થાન માનવામાં આવે છે.

દર વર્ષે મે મહિનાથી લઇને નવેમ્બરના મઘ્ય સુધી આ પ્રદેશ હિમાચ્છાદિત  રહે છે. જુલાઇથી ઓગસ્ટ દરમિયાન એલ્પાઇન જડીની છાલની પાંખડીઓમાં છુપાયેતા રંગોની આભા આંખોને ઠંડક પહોચાડે છે.પ્રકૃતિ સાથે વિશેષ નાતો ધરાવતા લોકો માટે આ ખીણની વિશેષતા દર્શાવતી મુખ્ય વાત એ છે કે અહીં લગભગ ૫૦૦ પ્રકારની અલગ અલગ પ્રજાતિઓના ફૂલો જોવા મળે છે. એટલું જ નહી રપ૦ જેટલી પ્રજાતિઓના પક્ષીઓ અને ૭૦ જેટલી પ્રજાતિઓના અલગ અલગ રંગબેરંગી પતંગીયાઓ પણ અહીંની વિશેષ શોભા દર્શાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.