મટકી ફોડ, લાઇવ ગઝલ, ડિસ્કોથેક, ઇનડોર ગેમ સહિત સ્વાદિષ્ટ વાનગીઓને રસથાળ

મોટેલ ધ વિલેજમાં ઇન્ડો વેસ્ટર્ન જન્માષ્ટમી

નૈસર્ગિક વાતાવરણમાં કૃષ્ણલલ્લાના જન્મદિનને વધાવવા કરવામાં આવેલું વિશેષ આયોજન

દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના અગ્રગણ્ય મોટેલ ધ વિલેજ રિસોર્ટમાં હર્ષોલ્લાસ ભેર જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે. મટકી ફોડ, લાઇવ ગઝલ, ડિસ્કોથેક વિગેરે સહિતના ઇન્ડોવેસ્ટર્ન કાર્યક્રમોની ભરમાર સાથે પ્રજાજનો નૈસર્ગિક વાતાવરણમાં કૃષ્ણલલ્લાના જન્મદિવસની મોજ માણી શકશે.

રાજકોટની ઉત્સવ પ્રિય જનતા માટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મોટેલ ધ વિલેજ રિસોર્ટ દ્વારા અનોખા જન્માષ્ટમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

નૈસર્ગિક વાતાવરણ સાથે પ્રજાજનોને મળશે સ્વાદિષ્ટ વાનગીઓનો રસથાળ જેમાં આલુ કટોરી ચાટ, નર્મદા પનીર, કેબેજ કોફતા તંદુરી પનીર, સુનહરી ભીંડી, જેવી વાનગી પીરસવામાં આવશે.

મટકી ફોડની ભારતીય પરંપરાની સાથે વેસ્ટર્ન કલ્ચરની ઘૂમ અંતર્ગત લાઇવ ગઝલ, ડિસ્કોથેક, ઇન્ડોર ગેઇમ, ચિલ્ડ્રનપ્લે એરિયા, સેલ્ફી ઝોનનો આનંદ માણી શકાશે. આ સિવાય ત્યાં જ રોકવા ઇચ્છતા પરિવારો માટે સ્પે. ઝકુઝી, સ્વીમીંગ પુલ સાથેના કોટેજીસની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.

Loading...