Abtak Media Google News

રિલાયન્સની સાથો સાથ બ્રિટીશ ગેસને પણ હાઈકોર્ટની તાકીદ

ભારત દેશની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપની અને સ્થાનિક એવી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ તેનો ૨૦ ટકાનો સ્ટેક સાઉદીની આરએમકોને વહેંચવા માટેની કવાયત હાલ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે દિલ્હી હાઈકોર્ટે રિલાયન્સને તાકિદ કરી જણાવ્યું છે કે, સંપતિનો નિકાલ કરવા પૂર્વે રિલાયન્સે તેની અસ્કયામત જાહેર કરવાની રહેશે. હાલ ભારત દેશ સમગ્ર વિશ્ર્વ સાથે હાથ મિલાવવા માટે અનેકવિધ પગલાઓ લઈ રહી છે ત્યારે સાઉદી એારએમકો સાથે  હાથ મિલાવ્યા બાદ કંપનીનો સ્ટેક વેચવા માટે અનેકવિધ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે પૂર્વે જે રીતે દિલ્હી હાઈકોર્ટે જે તાકિદ કરી છે તે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

પીએમટી ફિલ્ડ્સ ભારતમાં સંયુક્ત પરિચાલન મોડલ હેઠળ કામગીરી કરનારાં પ્રથમ ફિલ્ડ્સ હતાં. મુંબઈના દરિયામાં આવેલા પન્ના-મુક્તા ફિલ્ડ્સમાંથી ડિસેમ્બર ૧૯૯૪થી ૨૧૧ મિલિયન બેરલ ઓઇલ અને ૧.૨૫ ટ્રીલિયન ઘન ફૂટ કુદરતી ગેસનું ઉત્પાદન થતું રહ્યું છે. સન ૨૦૧૯માં આ ફિલ્ડ્સનું સરેરાશ માસિક ઓઇલ ઉત્પાદન ૧૦,૦૦૦ બેરલ પ્રતિ દિન અને કુદરતી ગેસ ઉત્પાદન ૧૪૦ મિલિયન ઘન ફૂટ પ્રતિદિન હતું. તાપ્તિ ફિલ્ડ્સનું ઉત્પાદન ૨૦૧૬થી અટકી ગયું છે અને તાપ્તિ પ્રોસેસ પ્લેટફોર્મ ઘગૠઈને ૨૦૧૬માં સોંપી દેવામાં આવી છે.

7537D2F3 17

બીજીપીઆઈએલનાં મેનેજિંગ ડાયરેક્ટર ત્રિવિક્રમ અરુણે જણાવ્યું હતું કે, પીએમટી સંયુક્ત સાહસ ભારતની સૌથી મોટી રાષ્ટ્રીય ઓઇલ કંપની ઓએનજીસી, રિલાયન્સ અને શેલ વચ્ચેની સફળ ભાગીદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કરારની મુદત પૂરી થતાં પી.એમ.ટી. સંયુક્ત સાહસમાંથી ઓ.એન. જી.સી.ને સુરક્ષિત રીતે ઉત્પાદન ક્ષેત્રો સોંપવા માટે અમારી ટીમોએ અથાગ કાર્ય કર્યું છે.  પન્ના-મુક્તા અને તાપ્તિ (પીએમટી)ના સંયુક્ત સાહસના ભાગીદારો લગભગ ૨૫ વર્ષની કામગીરી બાદ પન્ના-મુક્તા ઓઇલ અને ગેસ ફિલ્ડ્સ ભારત સરકારના નોમિની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડને ડિસેમ્બર ૨૧, ૨૦૧૯ના રોજ પરત કરશે. આ સંયુક્ત સાહસની રચના ગેસ અને ઓઈલ એક્સપ્લોરેશન માટે ૧૯૯૪માં કરવામાં આવી હતી જેમાં ઓએનજીસીની ૪૦%, રિલાયન્સની ૩૦% અને શેલની બી.જી. એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન ઇન્ડિયા લિમિટેડની ૩૦% ભાગીદારી હતી. આ સંયુક્ત સાહસ દ્વારા ભારતના પ્રથમ ઓફશોર ડિકમિશનિંગ એન્ડ સાઇટ રીસ્ટોરેશન પ્રોજેક્ટ હેઠળ તાપ્તિ સુવિધાઓના બાકી રહેલા ભાગને બંધ કરવાનું અને સ્થળને પુનર્વત કરવાનું કાર્ય હાલમાં ચાલી રહ્યું છે. પન્ના-મુક્તા સોંપણી બાદ પણ બીજીપીઆઈએલમાં તાપ્તિ ડિકમિશનિંગ અને અન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ચાલુ રહેશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શનના પ્રેસિડેન્ટ બી. ગાંગુલીએ જણાવ્યું હતું કે, સન્ ૨૦૦૭-૦૮માં સર્વોચ્ચ સ્તરે પન્ના-મુક્તાએ ભારતના કુલ ઓઇલ ઉત્પાદનના ૬% અને ગેસ ઉત્પાદનમાં ૭%નું પ્રદાન કર્યું હતું. રિલાયન્સ આ યાત્રાનો ભાગ રહી છે અને ઊર્જા પૂરી પાડીને ભારતના ઓઇલ અને ગેસ ક્ષેત્રની વૃધ્ધિ અને વિકાસમાં પ્રદાન આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.