Abtak Media Google News

ગબ્બરે તો ૬૧ બોલમાં ૧૦૬ રન ફટકાર્યા પણ દિલ્હી કેપિટલ્સની ટીમ ૫૯માં માત્ર ૫૮ રન બનાવી ઘરભેગી!!!

ક્રિકેટના ગબ્બર તરીકે ઓળખાતા શિખર ધવને ગઈકાલે ૬૧ બોલમાં ૧૦૬ રન જુડી નાખ્યા હતા. દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેનો મેચ શરૂઆતથી જ રોમાંચક રહ્યો હતો. અલબત્ત આખી મેચમાં ધવનના પ્રયાસથી શિખર ઉપર ચડેલી દિલ્હી કેપિટલ્સ ટિમ એકાએક ગગડી ગઈ હતી.

દિલ્હી કેપિટલ્સની મહેનત ઉપર કિંગ્સ ઈલેવન પંજાબના નિકોલસ પૂરમ અને ગ્લેન મેક્સવેલએ પાણી ફેરવી દીધું હતું. આઈપીએલ ૨૦૨૦ની ૩૮મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે દિલ્હી કેપિટલ્સને ૫ વિકેટે પરાજય આપ્યો હતો. નિકોલસ પુરને પંજાબ માટે ઝડપી અને મહત્વની ૫૩ રનની ઇનિંગ રમી હતી.દિલ્હીની હાર છતાં શિખર ધવનને તેની ઐતિહાસિક સદી માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ધવને ૬૧ દડામાં ૧૨ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી અણનમ ૧૦૬ રન બનાવ્યા હતા તે નોંધનીય સિદ્ધિ છે.

આઇપીએલમાં સતત બે સદી ફટકારવાનો રેકોર્ડ

શાનદાર ફોર્મમાં ચાલી રહેલા શિખર ધવને કિંગ્સ ઈલેવન પંજાબની સામે ઈતિહાસ રચ્યો હતો. દિલ્હી કેપિટલ્સના ઓપનીંગ બેટ્સમેન શિખર ધવને જોરદાર બેંટીગ કરીને સતત બીજી વખત સદી ફટકારી હતી. ધવન આઈપીએલમાં સતત બે સદી ફટકારનારો પહેલો ખેલાડી બન્યો છે. વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા ધવને ૬૧ બોલ ઉપર અણનમ ૧૦૬ રનોની ઈનિગ્સ રમી હતી. જેમાં તેણે ૧૨ ચોગા અને ત્રણ છગ્ગા લગાવ્યા હતા. આઈપીએલની કોઈ એક સીઝનમાં સૌથી વધારે સદી ફટકારનારો તે પાંચમો ખેલાડી બન્યોછે. આ પહેલા ૪ સદી સાથે વિરાટ કોહલી ટોપ ઉપર છે. તેણે ૨૦૧૬માં આ કમાલ કર્યો હતો. જ્યારે ધવન પહેલા ક્રિસ ગેલ, હાશિમ અમલા, શેન વોટસન એક જ સીઝનમાં બે વખત સદી ફટકારી ચુક્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.