સરધારના કિલ્લાની દક્ષિણ બાજુએ ઐતિહાસિક આઇ સિંહમોઇ માંની દેરી

હાલ આ ધાર્મિક સ્થાનકે જીવણી માતાજી અને મહાકાળી માઁ નું મંદિર છે

આઇ જીવણીનુ જન્મસ્થળ સરધારની નજીક હાલ બેલનપુર તરીકે ઓળખાતા ગામની નજીક ચારણનો નેશ ત્યાં માતાજીનો જન્મ થયો અને ત્યાંથી ઘનાબાપુ સરધાર ઘી વેચતા જતા. આ સ્થળે હાલમાં આઇ જીવણી માતાજીનું મંદિર અને મહાકાળીનું મંદિર છે. નૈયા પરિવારના કુળદેવી આઇ લાલબાઇ માતાજી કે જેઓ મહાકાળીના અવતાર તરીકે પુજાય છે તેથી આઇ જીવણી મહાકાળીની પુજા કરતા હતા.

જીવણીર્માના પિતાનુ મુળ વતન કચ્છ. કચ્છમાં વારવાર દુષ્કાળ પડતા તેઓ પોતાના માલઢોર હાંકાીને બીજા ચારણો સાથે સૌરાષ્ટ્રમાં આવેલા અને ખડ પાણીની સગવડ હોય ત્યાં નેશ બાંધીને રહેતા. આઇ જીવણી ખુબ સ્વરૂપવાન, શરીરે ખડતલ અને દૃઢ મનોબળવાળા હતા. જયદંબાના નિષ્ઠ ઉપાસક, તપ તેજવંતા, દૈવી પ્રતિભાથી વિભુષિત હતા. એમના અંગે અંગમાથી દિવ્ય રૂપની છટા પ્રસરતી. એમાં મુખ મંડળમાંથી જાણે સૂર્ય નારાયણના કિરણો પ્રતિબિંબત થતા માતા-પિતા, કુળ-કુટુંબ અને અન્ય સૌ એમને જગદંબાનો અવતાર માનતા. નાની વયથી જ એમને આઇ કહી બોલાવતા.તેઓ ઘણીવાર પિતાની સાથે ઘી વેચવા તથા માલ ઢોર માટે ખાણ દાણ કપાસીયા ખરીદવા સરધાર જતા એમના દિવ્ય તેજથી દિપતુ સ્વરૂપ જોઇ સૌ કોઇ તેમને વિનયપુર્વક હાથ જોડી વંદન કરતા.સવંત ૧૭૮૧ જયારે લગભગ આઇ જીવણીની ઉમર ૧૮ વર્ષની હતી ત્યારથી આ વાત છે. એ વખતે રાજકોટના મુસલમાન શાસન તરફથી સરધારના વહીવટકાર તરીકે બાકરખાન નામનો એક શેખ હકુમત ચલાતો હતો. જુવાન વચનોએ શેખ ઘણો લપંટ હીન પ્રકૃતિનો, રૂપ યોવનનો રસિયો હતો. સમાજની અનેક બહેન દિકરીઓ, કુળવધુઓની લાજ મર્યાદા સાથે એણે ચેનચાળા કરતા અનેક બહેનો એના ત્રાસથી મરી ગઇ હતી. દરમ્યાન અનેક ફરિયાદો આઇ જીવણી પાસે પણ પહોંચેલી. આ જુલ્મોની વાતો સાંભળી આઇનો આત્મા કકળી ઉઠેલો એમણે ફરિયાદીઓને આશ્ર્વાસન આપેલું કે એ દુષ્ટના પાપનો ઘડો હવે ભરાઇ ચુકયો છે. જગદંબા થોડા વખતમાં જ તમારા દુ:ખનું નિવારણ કરશે.ત્યારબાદ જગદંબાએ ઉડું આત્મમંથક આધ્યું અને એક દિવસ પિતાની સાથે ખરીદી કરવા સરધાર ગયેલા. ત્યાં ઘી ના વેપારી સાથે હિસાબની સમજાવટ ચાલતી હતી ત્યારે શેખ બાકરનો એક હજુરીયો આઇને જોઇ ગયો. તેની દુષ્ટ નજર તથા શંકાસ્૫દ હિલચાલ વેપારી જોઇ ગયો અને વેપારીએ આના ગઢવીને ચેતવી દીધા. ત્યારબાદ આઇને બધી જાણકારી થતા માં જગદંબએ એનો ફેંસલો કરવાનું નકકી કર્યો. જગદંબાનું આ સ્વરૂપ જોતા સૌ કુટુંબીજનો સતબ્ધ થઇ ગયા. અને આઇના ચરણોમા પડી ગયા.બીજા દિવસે આઇ જીવણીએ સરધાર તરફ પ્રયાણ કર્યુ ઘાના બાપુ પણ તેમની સાથે હતા. આઇ સરધાર પહોંચ્યા ત્યાં શેખનો હજુરીયો તેના દસેક સાથીઓ સાથે આઇની રાહ જોતો હતો. ત્યારે તેણે દૂરથી આઇને આવતા જોયા અને શેખને જાણ કરી. શેખથી આજ્ઞાની હજુરીયો આઇ પાસે ગયો અને બોલ્યો તમને શેખ બોલાવી રહ્યા છે ત્યારે આઇએ કહ્યુ કે હુ ન આવુ તો તમે શું કરશો એટલે શેખએ કહ્યુ કે નહી આવો તો તમને પકડી લેશું આ સાંભળીને જ આઇએ હજુરીયાના હાથ પકડયા અને શરીમાંથી અગ્નિના તણળાં ઝરવા લાગ્યા અને આઇએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ.આ સ્વરૂપ જોઇને પકડવા આવેલા ભાગ્યા ત્યારે આઇએ ગગન ગજવતો પડકાર કર્યો કે કર્યા છે.

તમારો બાકર શેખ? એમ કહેતા તેઓ શેખના પ્રાગણમા પહોંચ્યા તે વેળાએ શેખ ખાઇને ભેટવાની ઇચ્છાથી સામો આવ્યો અને આઇનો પડકાર અને વિકરાળ સ્વરૂપ જોઇ ખચકાયો. આઇએ બાકર શેખ પર ઝપટ કરતા બાકરે ભાંગી છુટવા પ્રયત્ન કર્યો પરંતુ હાથનો ઝપાટો લગાવીને નરસિંહ બનેલા આઇએ તેને પાડી દીધો અને યમધામમમાં મોકલી દીધો. અને બોકરના મેડી માડીયા આઇના પડકારથી ઘણઘણી ઉઠયા અને ચારે બાજુ જય માતાજીનો જયધોષ થવા લાગ્યો. સૌ કોઇ આઇના પગે પડી ગયા. ત્યાર બાદ આઇને સૌને આર્શીવાદ આપ્યા કે હું હવે સતી થઇશ  અને સાદય તમારી સાથે જ રહીશ. ત્યારબાદ આઇ સતી થવા તૈયાર થયા. સરધારની દક્ષિણ બાજુ હાલ જયાં સ્થાનક છે. ત્યાં આઇએ સાજ શણગાર સજી સતી થયા. સરધારના કિલ્લાની દક્ષિણ બાજુએ રાજકોટ-ભાવનગરના ધોરી માર્ગને કાંઠેએ સ્થાન પર આઇ સિંહમોઇ-આઇ જીવણી દેરી છે.

એન્કર, ડિરેકટર : જીજ્ઞા ગઢવી,

કેમેરામેન: નિશીત ગઢીયા,

ડ્રોન તસ્વીર: કરન વાડોલીયા

Loading...