Abtak Media Google News

તાસ્કંદ કરાર જેવી રાજનાથસિંહની સ્થિતી?

સબ સલામતના બણગા વચ્ચે હડપ કરેલ ડેપસંગ જગ્યા વિશે રાજનાથસિંહે લોકસભામાં હરફ પણ ન ઉચાર્યો

ભારત અને ચીન સરહદે તનાવ ભરી સ્થિતીને બંને દેશના વિદેશ મંત્રીની મંત્રણા દ્વારા ઉકેલવામાં ઘણી સફળતા મળી છે. ત્યારે ચીનને પેંગોગત્સો ખડકેલા સૈન્ય અંગે સરક્ષણ મંત્રી દ્વારા માહિતી આપવામાં આવી ત્યારે વિરોધ પક્ષ દ્વારા ચીને હડપ કરેલી ૩૮ હજાર સ્કવેર કી.મી. જમીન બાબતે પુછવામાં આવેલા પ્રશ્ર્નમાં સરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઉતર આપવાનું ટાળી ભેદી મૌન ધારણ કરતા ભૂતકાળમાં બંનેલા તાસ્કંદ કરાર જેવી સરક્ષણ મંત્રી રાજનાથસિંહની રાજયસભામાં હાલત થઇ હતી.

ભારતના રાજદ્વારી ઈતિહાસમાં વિધાતાએ જાણે કે પાડોશી દેશ સાથે સારા સંબંધનો યોગ ન લખ્યો હોય તેમ ભારતને ચીન સાથે હમેશા વહેવારમાં ભરોસાની ભેસ જેવો જ અનુભવ થતો રહે છે. વર્તમાન સરકાર વિશ્ર્વના સમાજ સાથે મૈત્રી ભર્યા સંબંધો માટે ખુબજ સાનુકુળ વાતાવરણ ઉભુ કરવા સફળ ગણાય છે. નજીકના પાડોશી અને મોટા ભાગે પ્રતિસ્પર્ધી રહેલા ચીન પણ ભારતના મૈત્રી પૂર્ણ વ્યવહારની અસર હોય તેમ બને દેશો નિકટ હોય તેવો માહોલ રચાયો છે. પરંતુ ચીનની કુટ નિતિ હજુ યથાવત જ હોય તેમ સરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા વારંવાર સબસલામતના સધિયારા વચ્ચે ચીન હડપ કરી ગયેલા ૩૮ હજાર સ્કવેર કી.મી. જમીન બાબતે સંસદમાં જવાબ આપવાનું ટાળી ભેદી મૌન ધરી લેતા સરક્ષણ મંત્રી રાજનાથસિંહ થાપ ખાઇ ગયાનું સામે આવતા તાસ્કંદ કરારમાં જે રીતે ભુલ થઇ હતીનું પુનરાવર્તન થઇ રહ્યું જણાય રહ્યું છે.

ભારત અને ચીન વચ્ચે પ્રર્વતતી સરહદીય તનાવની સ્થિતી વચ્ચે દેપસંગ મેદાનોમાં ચીન દ્વારા ખડકવામાં આવેલા સૈન્ય અને ઉભી કરેલી અવરોધક પરિસ્થિતીની સાચી સ્થિતી અંગે રાજનાથસિંહ દ્વારા ગૃહમાં કોઇ ઉલ્લેખ ન કરી ભેદી મૌન ધારણ કરી અનઉતર રહ્યા છે. ચીન આ સમગ્ર વિવાદાસ્પદ વિસ્તારમાં પોતાની ઘુસણખોરી અને લશ્કરી જમાવટની પેરવી પર કોઇનું ધ્યાન ન જાય તે માટે અલગ મુદાઓ ઉઠાવી પોતાની હરકતો વ્યાજબી ઠેરવવાના પ્રયાસો કરી રહ્યાની સુરક્ષા વર્તુળમાંથી વાત બહાર આવી છે. પીએલએ (ચીની લશ્કર) છેલ્લા પાંચ માસથી દિપસંગમાં ભારતીય સૈન્યને .૧૦૧૧ અને ૧૨૧૩ પર જતા અટકાવી રહ્યું છે અને તેના અવરોધ ઉભા કરી ૯૭૨ ચોરસ કી.મી. પર પોતાનો કબ્જો કરી ૧૨ હજાર સૈનિકો તૈનાત કરીને ભારત સામે મોરચો ઉભો કર્યો છે. દક્ષિણ વિભાગમાંથી ભારતને ભીડવવાના વ્યુહમાં ચીન વિશ્ર્વને ઉલ્ટા ચશ્મા પહેરાવી રહ્યું છે.

આ પરિસ્થિતીમાં રાજનાથસિંહ દ્વારા ચીનની પરિસ્થિતી અંગે કોઇ મગનું નામ મરી પાડયા વિના જ કોઇ ઉલ્લેખ જ ન કરતા રક્ષા મંત્રી તરીકે રાજનાથસિંહ કયાંકને કયાંક પીછે હટ કરી હોય તેવું સ્પષ્ટ થઇ ર્હ્યું છે. રાજનાથસિંહ રાજકારણમાં ઘણા ચતુર અને કાબેલ નેતા ગણાવામાં આવે છે. તેમના જવાબ અને વકત્વ ધ્યાનાકર્ષક હોય છે. સરકાર મહત્વના મુદે તેમના મોઢે સરકારનો પક્ષ રાખવાનો આગ્રહ રાખવામાં આવે છે તેવા સંજોગોમાં ચીન સાથેના આ સંઘર્ષનો જડબાતોડ જવાબ આપવાના વાંરવાર નિર્દેશ આપતા રાજનાથસિંહ ચીને કબ્જે કરેલી હજારો કી.મી.જમીન અંગે રાજયસભામાં જવાબ આપી શકયા ન હતા રાજનાથસિંહની આ ચુપકીદી તેમના ધર્મ સંકટની પરિસ્થિતી જેવી બની ગઇ છે. ભારત અને ચીન વચ્ચેના સઘર્ષમા ખુબ ગવાયેલા એલએસી પરના પેંગોગત્સો પ્રદેશમાં ભારત-ચીન વચ્ચેનો સંઘર્ષતો ઝાંઝવાના જળ જેવો છે. ખરેખર તો ચીનનું મુખ્ય લક્ષ્ય તો દેપસંગનો વિશાળ પ્રદેશ હડપ કરવાનો હોય તેવું જણાય રહ્યું છે. આ મુદે જ રાજનાથસિંહને પુછાયેલા પ્રશ્ર્નોનો રાજયસભામાં જવાબ આપવા સક્ષમ રહ્યા ન હતા. ચીનને જડબાતોડ જવાબ આપવાના અખબારોમાં થતા નિવેદન જેવી ભાષણબાજી રાજયસભામાં જોવા મળી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.