Abtak Media Google News

નીલમ વામજાની ઓવરમાં 6 સિક્સર ફટકારી

ભારતીય ટીમ ના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન તરફથી આયોજિત આંતર જિલ્લા ટી-20 ટૂર્નામેન્ટમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી. જાડેજાએ જામનગર તરફથી રમતા અમરેલી વિરૂદ્ધ 69 બોલમાં 154 રન બનાવ્યા હતા.

જાડેજાએ એક ઓવરમાં ફટકારી 6 સિક્સર

  •  સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશનના B મેદાન પર જામનગર અને અમરેલી વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ 69 બોલમાં આક્રમક 154 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં જાડેજાએ ઓફ સ્પિન બોલર નીલમ વામજાની એક ઓવરમાં છ બોલમાં છ સિક્સર ફટકારી હતી. નિલામે પોતાની માત્ર 2 ઓવરમાં જ 48 રન આપ્યા હતા.
  • જાડેજાએ પોતાની ઇનિંગ દરમિયાન કુલ 15 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. જાડેજાની આ ઇનિંગની મદદથી જામનગરે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 239 રન બનાવ્યા હતા. જવાબમાં અમરેલીની ટીમ માત્ર 118 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જામનગરે આ મેચ 121 રને જીતી લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.