Abtak Media Google News

હવામાન વિભાગ દ્વારા કરાયેલી ‘ગતિ ’વાવાઝોડાની આગાહીને પગલે માછીમારોને ૨૬મી સુધી દરિયો ન ખેડવાની સૂચના

વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં વર્તાય, કચ્છમાં કોલ્ડવેવની શક્યતા

હવામાન વિભાગ દ્વારા ગતિ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જો કે આ ગતિ વાવાઝોડું સૌરાષ્ટ્રને ખાસ કોઈ અસર કરવાનું ન હોય પણ દરિયામાં કરંટ રહેવાની ભીતિને પગલે સૌરાષ્ટ્રના દરીયાકિનારાઓમાં બે નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગતિ વાવાઝોડું ગુજરાતથી દૂર છે અને યમન તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ૬ કલાકે ૩૨ કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. પવનની ગતિ ૧૨૦થી ૧૩૦ છે જે વધીને ૧૪૫ કિલોમીટરની થઈ શકે છે. તેમ છતા પણ ગુજરાતના દરિયા કિનારાને અલર્ટ કરી દેવામાં આવ્યો છે. હજી કોરોનાની આફત ટળી નથી ત્યારે હવે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં એક વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડાનું નામ ગતિ અપાયું છે. આ વાવાઝોડું વધુ મજબુત બની આગળ વધી રહ્યું છે. જોકે આ વાવાઝોડું સોમાલિયાના દરિયા કિનારે ટકરાશે. જેથી ગુજરાત માટે કોઈ ચિંતા નથી. પરંતુ ગતિ વાવાઝોડાના કારણે ગુજરાતમાં ઠંડીવધવાની શક્યતાઓ છે.

ગતિ વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય છે અને યમન તરફ આગળ વધશે. ત્યારે હાલ જાફરાબાદ, વેરાવળ, પોરબંદર અને માંગરોળમાં ૨ નંબરનું સિગ્નલ અપાયું છે. માછીમારી કરી રહેલ બોટોને બંદર પર ખસી જાવા સૂચના અપાઈ છે. તો દરિયામાં ગતિ વાવાઝોડું સક્રિય હોવાના કારણે વેપાર માટે જતા જહાજોને પણ ન જવા માટે સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં ગતિ વાવાઝોડું સક્રિય છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે. તેમ છતાં પણ ગુજરાતના વાતાવરણને અસર નહીં થાય. પરંતુ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.