સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ઘડાતો તખ્તો: હળવદ ભાજપ સંગઠનનું માળખું જાહેર

હળવદ ભાજપમાં સંગઠનના હોદ્દેદારોની નિમણૂક ને લઇ પાછલા ઘણા સમયથી કોકડું ગૂંચવાયું હતું ત્યારે ગઈકાલે શહેર અને ગ્રામ્ય ભાજપના પ્રમુખ અને મહામંત્રીની જાહેરાત કરવામાં આવી છે

હળવદ ભાજપ સંગઠનમાં હોદ્દેદારોની નિમણૂકને લઇ પાછલા ઘણા સમયથી ભાજપના બંને જૂથો પોતાના ઓને બેસાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા ત્યારે આજે આખરે ભાજપનું નવું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગ્રામ્ય ભાજપના પ્રમુખ પદે વાસુદેવભાઈ સિણોજીયા અને શહેર ભાજપ પ્રમુખ પદે કેતનભાઇ દવેની નિમણૂક કરવામાં આવી છે જ્યારે ગ્રામ્ય ભાજપમાં બે મહામંત્રીની પણ નિમણૂક કરવામાં આવી છે જેમાં નરેન્દ્રસિંહ રાણા અને સંજયભાઈ પંચાસરા ની પસંદગી કરવામાં આવી હતી જ્યારે શહેર ભાજપ મહામંત્રી પદે સંદીપભાઈ પટેલ અને રમેશ ભાઈ કણજરીયાની નિમણૂક કરાઇ છે

હળવદ ભાજપ સંગઠન નું માળખું જાહેર થયું છે જેમાં મૂળ ભાજપના છે તેઓને જ સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા એક પણ વ્યક્તિને સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું નથી..? વધુમાં એ પણ જાણવા મળ્યું છે કે હળવદ ભાજપનું સંગઠન જાહેર થયું તેમાં શહેર અને ગ્રામ્ય ભાજપના નવનિયુક્ત પ્રમુખો પહેલા તો ધારાસભ્ય ગ્રુપમાં હતા પરંતુ જ્યારથી કવાડિયાની પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે ત્યારથી તેઓ ઠેકડો મારી કવાડીયા ગ્રુપમાં આવી ગયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે

Loading...