Abtak Media Google News

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે આજે નિર્ણય આપ્યો છે. પાકિસ્તાને જાધવને મૃત્યુદંડની સજા આપી છે જેના પર કોર્ટે રોક લગાવી છે.

તેમજ કુલભૂષણ જાધવને કાઉન્સિલર આસિસટન્સ આપવાનો નિર્દેષ કર્યો છે. અત્યારે જજ ચૂકાદો વાંચી રહ્યા છે તેમજ કાઉન્સિલર એક્સેસ ન આપવા મુદ્દે પાકિસ્તાને યોગ્ય નિયમોનું પાલન ન કર્યું હોવાનું જણાવ્યું હતું.

1 10જાધવ ભારતીય નેવીના રિટાયર્ડ અધિકારી છે. તેમને પાકિસ્તાનની સેના કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ 2017માં મોતની સજા સંભળાવી હતી. સાઉથ એશિયા તરફથી આઇસીજેમાં લીગલ એડવાઇઝર તરીકે કામ કરતા રીમા ઓમરે ટ્વીટ કરીને ચૂકાદા વિશે માહિતી આપી હતી.

કોર્ટે ચૂકાદામાં એ પણ નોંધ્યું હતું કે પાકિસ્તાને વિએના કન્વેન્શનનો ભંગ કર્યો છે. આજનું સેશન જજ અબ્દુલકાવી એહમદ યુસુફની અધ્યક્ષતામાં ચાલી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.