દે ધના ધન…. ઘાતક હથિયારોની હેરાફેરીમાં સૌરાષ્ટ્ર યુ.પી.- બિહારના માર્ગે !!

તમંચા અને પિસ્તોલ સાથે ચાર શખ્સો ઝડપાયા

સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી યુ.પી. બિહાર વાળી થઇ રહી હોય તેમ ગેરકાયદેસર ઘાતક હથિયારોની હેરાફેરી ફુલીફાલી રહી છે. ઘાતક હથિયારો રાખવાનો શોખ જાણે ઘેલછા બની હોય તેમ છાશવારે ઢગલા બંધ હથીયારો ઝડપાઇ રહ્યા છે. ત્યારે પોરબંદર, કુતિયાણા તથા પાળીયાદમાં પોલીસે ગેરકાયદેસર પીસ્તોલ તમંચા જેવા હથીયારો સાથે ચાર શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદરના કમલાબાગ વિસ્તારમાં પોલીસે ગાંગા લખમણ ઓડેદરા, રે. ઇન્દીરાનગરને દેશી બનાવટની પીસ્તોલ સાથે અને કુતિયાણામાં દિપક તથા ઓડેદરા તથા રાજશી માલદે ઓડેદરાને દેશી બનાવટની પીસ્તોલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. બીજા બનાવમાં પોલીસે બોટાદ જીલ્લામાં પાળીયાદમાંથી મુળ ઉતરપ્રદેશના અનીશ મુન્નાભાઇ મનસુરીને દેશી બનાવટની પિસ્તોલ હાથ બનાવટનો તમંચો તથા પંદર કાર્ટીસ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

Loading...