Abtak Media Google News

કાર્યકાળ દરમિયાન સૌનો સા અને સહકાર મળ્યો, તમામનો આભાર: ડે.મેયર

રાજકોટ મહાનગરપાલિકાના ડે.મેયર તરીકે ડો. દર્શિતા શાહે તા.૧૪/૧૨/૨૦૧૫ી કાર્ય સંભાળેલ તેઓના અઢી વર્ષનો સમયગાળો તા.૧૫/૦૬/૨૦૧૮ના રોજ પૂર્ણ ઇ રહેલ છે. ડે.મેયર ડો.દર્શીતા શાહએ જણાવેલુ કે,  અનેકવિધ વિકાસના કામો, અનેક યોજનાઓ, અનેક પ્રોજેક્ટો તા લોક વિકાસના કામો આ ગાળામાં યા છે. તેમજ સ્વચ્છ રાજકોટ, સુંદર રાજકોટ, સ્માર્ટ રાજકોટ બનાવવાના પ્રયાસો સફળ રહયા છે. ડે.મેયરના કાર્યકાળ દરમ્યાન ભારતીય જનતા પાર્ટીની વરિષ્ઠ નેતાગીરીના માર્ગદર્શન હેઠળ અનેકવિધ લોકઉપયોગી કામો કરેલ, સતત લોકો વચ્ચે રહી લોકોના નાના માં નાના પ્રશ્નને વાચા આપવા સતત પ્રયત્નશીલ રહેલ.

સતત શહેરના વિકાસ માટેના પ્રશ્નો માટે ચિંતિત રહેલ. લોકોના જુદા જુદા પ્રશ્નો જેવા કે, રસ્તા, ગટર, લાઈટ, પાણી, વૃક્ષારોપણ, મહિલાઓલક્ષી પ્રશ્ન, આંગણવાડી પ્રશ્ન, બગીચાના પ્રશ્ન, લોકોની નાની મોટી ફરિયાદ, તેમજ જુદા જુદા શહેરને વિકાસ લગત પ્રશ્ન તમામ પ્રકારના લોકઉપયોગી પ્રશ્નો માટે સતત લોકોની વચ્ચે રહી લોકોના પ્રશ્નો હલ કરવા સતત પ્રયત્નશીલ રહેલ રહ્યાં હતા. ડે.મેયર તરીકે કાર્યકાળમાં તેઓએ જુદી જુદી આંગણવાડીના એમઓયુ વોર્ડ નં.૦૨ લાગુ સિટી બસનો નવો રૂટ શરૂ કરાવી

જૈન દેરાસરોમાં નિયમાનુસાર સામાન્ય કરમાંથી મુક્તિ આપવા સફળ રજૂઆત, રેસકોર્ષ ગાર્ડનમાં લેડીઝ ટોઈલેટ તા પીવાના પાણીની સુવિધા ઉભી કરાવી.

ચૌધરી હાઈસ્કુલ ચોકમાં મિનિ હાઈ માસ્ક લાઈટ, શારદાબાગ બગીચાનું રીપેરીંગ તથા રીનોવેશન,  બજરંગવાડી મેઈન રોડ ૫૦ ફૂટ પુનીત નગર પાસે આરોગ્ય કેન્દ્ર અને ગાર્ડન બનાવવા, શ્રોફ રોડ લાઈબ્રેરી તથા અમીનમાર્ગ લાઈબ્રેરીમાં ઉપર વધારાનો રીડીંગ રૂમ બનાવવા સફળ રજૂઆત

શ્રોફ રોડ લાઈબ્રેરીમાં અંધજનો માટે બ્રેઈલી લીપી કોર્નર લાઈબ્રેરી બનાવવા રજૂઆત, બજરંગવાડીમાં સબ પોસ્ટ ઓફીસ/બ્રાન્ચ પોસ્ટ ઓફીસ સુવિધા આપવા સીનીયર સુપ્રી. પોસ્ટ વિભાગને રજૂઆત, સાંઢીયો પુલ પહોળો કરવા રજૂઆત,  કોર્પો.ના કોમ્યુનીટી હોલોમાં સીસી ટીવી કેમેરા અને ફાયર સેફ્ટી સાધનો મુકવા રજૂઆત, શહેરી આજીવિકા માહિતી માર્ગદર્શન કેમ્પનું આયોજન, મિશન મંગલમ્ યોજના સમીક્ષા બેઠક – માર્ગદર્શન

આરોગ્ય બાલ તંદુરસ્તી હરીફાઈ,  ચિત્ર નગરી પ્રોજેક્ટ સ્માર્ટ સિટી અંતર્ગત વૃક્ષો સુશોભન કરાવવાની સફળ કામગીરી,  વલ્ડે યોગા દિન (સગર્ભા બહેનો માટે) ગીનીસ બુક ઓફ વલ્ડે રેકોર્ડમાં નિરીક્ષક તરીકે કામગીરી, નવા વર્ષની ઉજવણી બહેરા મૂંગાના બાળકો સો (નવો અભિગમ),  સિટી બસમાં સ્માર્ટ કાર્ડ સીસ્ટમ દાખલ કરવા રજૂઆત, જુદા જુદા વિસ્તારોમાં સફાઈ કામગીરીનું નિરીક્ષણ તા ફરિયાદ નિકાલ,વોર્ડ નં.૦૨માં શહેરમાં પ્રમ વખત વિધવા સહાય કેમ્પનું આયોજન, સ્ત્રીઓના ગર્ભાશયના મુખના કેન્સર કેમ્પનું પ્રમવાર આયોજન, જયુબેલી બાગ ખાતે સોલાર પાવર પ્લાન્ટ મુકવા રજૂઆત. શહેરમાં વોકળાઓને ક્રમશ પાકા કરી વોકિંગ ટ્રેક સાયકલ ટ્રેક બ્યુટીફીકેશન કરવા રજૂઆત. આ ઉપરાંત આંગણવાડીના જુદા જુદા પ્રશ્નો અંગે રજૂઆત.

શહેરના જુદા જુદા ખુલ્લા પ્લોટ સંદર્ભ રજૂઆત. ટાગોર માર્ગ પહોળો કરવા સફળ રજૂઆત, ગુરુગોવિંદસિંહ હોલ રીનોવેશન કરવા સફળ રજૂઆત.

રેસકોર્ષ એનર્જી પાર્ક શરુ કરવા ડે. કમિશનરને રજૂઆત. શહેરમાં સી.સી.ટી.વી. કેમેરા મુકવા ગ્રાન્ટ ફાળવણી. કોમ્યુનીટી હોલ,આર્ટ ગેલેરી, ઓડિટોરિયમ વપરાશ બાદ રિફન્ડ પદ્ધતિ ઝડપી બનાવવા સફળ રજુઆત. હરિહર ચોક વોકળાં પર સ્લેબ ભરી પહોળો કરવા તથા સામેની તરફ વોકળાં પર સેલ્બ ભરી પાર્કિંગ વ્યવસ કરવા રજૂઆત. અરવિંદભાઈ મણીયાર હોલ રિનોવેશન કરવા રજૂઆત.

મહિલા એક્ટીવીટી સેન્ટરમાં ઈન્સ્ટ્રક્ટરની નિમણુંક કરવા તા જિમ સાધનો વધારે મુકવા, એરોબિક્સ, યોગા ચાલુ કરવા રજૂઆત, સેલ્ફી વિથ સેગ્રીગેસનનું આહવાન તથા અપીલ મહિલાઓ માટે, નાના મૌવા મલ્ટી એક્ટીવીટી સેન્ટર ખાતે આરો તથા કુલરની સુવીધા આપવા રજૂઆત, હયાત બ્રીજને ગ્રીન બ્રીજ બનાવવા રજૂઆત. ફૂટબોલ ગ્રાઉન્ડ તથા ચિલ્ડ્રન પાર્કમાં લાઈટીંગ સુવિધા વધારવા તથા મહિલા ગાર્ડનમાં જીમના સાધનો મુકવા રજૂઆત. રેસકોર્ષ પાસે ફુવારો રીપેરીંગ કરી મ્યુઝીકલ ફાઉન્ટેન કકરવા તથા લેઝર શો કરવા રજૂઆત તા વિશ્વ પર્યાવરણ દિન નિમિતે નો પ્લાસ્ટિક ઇઝ ફેન્ટાસ્ટિક શહેરીજનોને પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા અપીલ.

આવા અનેકવિધ કામગીરીઓ અને લોકઉપયોગી સફળ રજૂઆત કરેલ છે. અઢી વર્ષ સતત સક્રિય રહી, સામાન્ય લોકોને સ્પર્શતા પ્રશ્નો, રોડ, રસ્તા, લાઈટ, ગટર, સીટી બસ લગત પ્રશ્ન વિગેરે જેવી નાના મોટી ફરિયાદને સત્વરે ઝડપી નિકાલ કરવા સતત પ્રયત્નશીલ રહેલ. ફરિયાદ નિકાલ કરવા સતત જાગૃતતા રાખી જરૂર જણાયે ફરિયાદ લગત સતત વિસ્તારોમાં સ્ળ મુલાકાતો કરેલ તા ફરિયાદો દુર કરી હતી. અઢી વર્ષ દરમિયાન સહયોગ આપનાર તમામનો ડે.મેયર ડો.દર્શિતાબેન શાહે આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.