Abtak Media Google News

દ્વારકામાં ઘાસચારો વેચવાની નિયત જગ્યા હોવા છતાં શહેરમાં ઠેર ઠેર ઘાસચારો વેચતી લારીઓ જાહેરમાં ગંદકી ફેલાવતી હોવાની વ્યાપક ફરીયાદોને આધારે નગરપાલિકાની આરોગ્ય શાખાએ ગઇકાલથી આજ સુધી બે દિવસમાં છ જેટલી ઘાસચારો વેચતી લારીઓ અલગ અલગ જગ્યાઓએથી કબ્જે કરી દંડનીય કામગીરી કરી હતી.

પાલિકા પ્રમુખ જીતુભાઇ માણેક અને ઉપપ્રમુખ પરેશ ઝાખરીયાની સુચનાથી શહેરને સ્વચ્છ રાખવાના અભિયાનના ભાગ રુપે ગંદકી ફેલાવનાર ઇસમો સામે પાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેકટર સંજયભાઇ દત્તાણીની આગેવાનીમાં આરોગ્ય શાખાની ટીમે શહેરના ધીરજધામ વિસ્તાર જયરણછોડ વિસ્તાર સિઘ્ધનાથ મંદિર પાસે ઇસ્કોન ગેઇટ અબોટી જ્ઞાતિની જગ્યા પાસેથી છ જેટલા ઇસમોને આ રીતે જાહેરમાં ઘાસચારો વેચી ગંદકી ફેલાવતા હોવાનું જણાતા છ લારીઓ કબજે કરી હતી અને દરેક પાસેથી બસ્સો રૂપિયાનો દંડ વસુલતા ભવિષ્યમાં આવું કૃત્ય નહિ કરવાની કડક સુચનાઓ આપવામાં આવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.