દશનામ ગોસ્વામી સમાજ આયોજિત શિવ શોભાયાત્રાનું કાર્યાલય કાલથી ધમધમશે

સંતો-મહંતોના હસ્તે કાર્યાલય ખુલ્લુ મુકાશે: ધ્વજારોહણ, રૂદ્રાભિષેક, રૂટ ઉપર ધ્વજા પ્રચાર વગેરે કાર્યક્રમ યોજાશે: શિવભકતો અબતકની મુલાકાતે

આગામી સમયમાં તા.૨૧/૦૨/૨૦૨૦ને શુક્રવારના રોજ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ રાજકોટ દ્વારા આ શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને  કાલે સાંજે ૫.૦૦ વાગ્યે શિવ શોભાયાત્રાનું કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવશે આ કાર્યલય સંતો, મહંતોના હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે.આગામી સમયમાં શિવ શોભાયાત્રા દ્વારા ઘ્વજા રોહણ, રૂદ્રાભીષેક, રૂટ ઉપર ધ્વજા પ્રચાર, પ્રસાદ, બેનર વિગેરે કાર્યક્રમ આગામી સમયમાં કરવામાં આવશે.શિવ શોભાયાત્રા તા.૨૧/૦૨/૨૦૨૦ને શુક્રવારના રોજ બપોરના ૨:૦૦ વાગ્યે અગિયાર દિકરીઓ તથા સંતો મહંતોના હસ્તે શિવ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે.જેમાં વિવિધ પ્રકારના ફલોટ,સંત મહંતોના હસ્તે શિવ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે.જેમાં વિવિધ પ્રકારના ફલોટ,સંત મહંતો માટે રથ, વિવિધ પ્રકારના ફોર વ્હીલર તથા ટુ વ્હીલર, તથા ડિ.જેના સથવારે શ્રી વિશ્ર્વેશ્ર્વર મહાદેવ મંદિરેથી, મવડી ફાયર બ્રિગેડ, બેક બોન ચોક, રાજનગર ચોક, કોટેચા ચોક, નિર્મળા રોડ, હનુમાન મઢી રોડ, રૈયા રોડ ચોકડી થઈને રૈયા ગામ દશનામ ગૌસ્વામી સમાજનું  સમાધી સ્થાને સાંજે  ૭.૩૦ વાગ્યે મહાઆરતી મહાપ્રસાદ બાદ સમાપન કરવામાં આવશે.શિવ શોભાયાત્રાને ભવ્ય બનાવવા શિવભકતોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Loading...