Abtak Media Google News

બે દિવસના ડેપ્યુસ્ટેશન પર લીલીયા- પાલીતાણાના તબીબોથી સી.એસ.સી. ચલાવાય છે

દામનગર શહેર ની ધીરજ મોરારજી અજમેરા હેલ્થ સેન્ટર માં છેલ્લા ચાર માસ થી કાયમી ડોકટર નથી સી એસ સી દરજ્જા ની આટલી મોટી અદ્યતન સુવિધા વાળી હોસ્પિટલ માં છેલ્લા ચાર માસ થી એક પણ કાયમી તબીબ નથી ડોકટર વગર ની દામનગર ની ધીરજ મોરારીજી અજમેરા હોસ્પિટલ મુદ્દે દામનગર ની સહન શીલ જનતા ની ધીરજ ખૂટે તે પહેલાં આરોગ્ય વિભાગ યોગ્ય નિર્ણય કરે તેવી માંગ ઉઠી રહી છે

દામનગર શહેર સહિત ત્રીસ થી વધુ ગ્રામ્ય વિસ્તાર ની જનતા રામ ભરોસે બે દિવસ લીલીયા ના તબીબ ને ડેપ્યુસ્ટેશન  બે દિવસ પાલીતાણા ના તબીબ ને  બે ત્રણ ડેપ્યુસ્ટેશન ના ચાર્જ પર ગમે તે ડોકટર ને મોકલી સિવિલ હોસ્પિટલ નું સંચાલન કરાય રહ્યું છે કાયમી તબીબ ન હોય દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ની જનતા ભારે પીડાય રહી છે.Img20171223161036આ અંગે આરોગ્ય વિભાગ માં અનેક વખત ની રજુઆત પછી પણ દામનગર ની સિવિલ માટે કાયમી તબીબ ની નિમણૂક ન કરતા આગામી દિવસો માં જનતા આંદોલન ના મૂડ માં હોવા નું સંભળાય રહ્યું છે અને દામનગર સિવિલ હોસ્પિટલ માં કાયમી તબીબ સહિત ખૂટતા સ્ટાફ અંગે એક પ્રતિનિધિ મંડળ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ને પણ લેખિત રજુઆત કરી છે દામનગર શહેરી તેમજ ગ્રામ્ય જનતા આરોગ્ય બાબતે ભારે હાલાકી ભોગવી રહી છે ધરાર મોંઘી સારવાર લેવા મજબૂર જનતા માટે તંત્ર તરફ થી તાકીદે નિર્ણય લેવાઈ તેવી માંગ ઉઠવા પામી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.