Abtak Media Google News

ઉત્તરી આંદમાન સમુદ્ર ઉપર નીચા દબાણના કારણે પૂર્વોતર ભારતમા ધોધમાર વરસાદ અને મિની વાવાઝોડાંની ભીતી સેવાઈ રહી છે. લો પ્રેસર પૂર્વ કાંઠા તરફ આગળ વધવાથી રવિવાર અને સોમવારે ઓડિશાથી આંધ્રપ્રદેશ અને કર્ણાટક તેમજ તેલંગાણાના કાંઠે ભારે વરસાદ થવાની સંભાવના છે. ભારતના હવામાન વિભાગ (આઇએમડી) એ આ અંગે ચેતવણી આપી છે.

આઇએમડીએ કહ્યું છે કે શનિવારે સવારે આ વિસ્તારમાં લો પ્રેશર બન્યું હતુ અને આગામી 24 કલાકમાં તે વધુ મજબૂત બને તેવી સંભાવના છે. જણાવી દઈએ કે, નીચા દબાણ વાળું ક્ષેત્રફળ ચક્રવાતનો પ્રથમ તબક્કો છે, પરંતુ એ જરૂરી નથી કે દરેક નીચું દબાણવાળુ ક્ષેત્ર ચક્રવાતમાં બદલી જાય.

જો કે, સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં, બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય છે અને પૂર્વ કિનારે આગળ વધે છે. નીચા દબાણવાળા ક્ષેત્ર અને ચક્રવાત પવનની અસરને કારણે શુક્રવારે અને શનિવારે મોટાભાગના વિસ્તારો તેમજ આંદામાન અને નિકોબાર આઇલેન્ડના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે.

આગામી બે દિવસ સમુદ્ર તોફાની રહેશે તેવી શક્યતા

આઇએમડીએ કહ્યું કે શનિવારથી ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને મરાઠાવાડમાં અતિભારે વરસાદ થશે. હવામાન વિભાગે જણાવ્યું કે સોમવારે
સમુદ્ર વધુ તોફાની બને તેવી સંભાવના છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને, આઇએમડીએ માછીમારોને અંદમાન સમુદ્ર અને પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે. તેમજ માછીમારોને દરિયાકાંઠે પરત ફરવાના સુચનો કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.