Abtak Media Google News

વેડીંગ અને સ્કુલ સહિતની ઈવેન્ટની કોરીયોગ્રાફી સાથે ડાન્સ કલાસવનડે ટ્રાયલ પણ ઉપલબ્ધબોલીવુડ, હિપહોપ, લુકીંગ-પોપીંગ અને ફ્રી સહિતની ડાન્સ સ્ટાઈલની ટ્રેનીંગ અપાઈ છે

ડાન્સ એજ લાઈફ એવા ઉદેશ સાથે રાજકોટની મીસ્ટર મેડી ડાન્સ એકેડમીમાં વિવિધ પ્રકારની ડાન્સ સ્ટાઈલ જેવી કે બોલીવૂડ સ્ટાઈલ, હીપહોપ, લૂકીંગ- પોપીંગ, ફ્રી સ્ટાઈલ વગેરે શીખવાડવામાંઆવે છે.  સાથોસાથ ઈવેન્ટ કોરીયોગ્રાફી, વેડીંગ કોયોગ્રાફી, સ્કૂલ ઈવેન્ટનું આયોજન પણ મીસ્ટર મેડી એકેડમીનાં ઓની માધવ પૂરોહિત કરે છે. મીસ્ટર મેડી એકેડમી ચંદન પાર્ક, રોઝરી સ્કૂલની નજીક સ્થાપિત છે. જેમાં વનડે ફ્રી ટ્રાયલ પણ આપવામાં આવે છે.

ડાન્સથી એક અનેરો આનંદ મળે છે: અવની કાંજાની

Vlcsnap 2018 06 28 11H34M12S249અવની કાંજાનીએ જણાવ્યું હતુકે હું છ વર્ષની હતી ત્યારથી ડાન્સ કરૂ છું હું વેરાવળથી છુ જયારથી અહી સીફટ થઈ છું ત્યારથી બધા લોકોએ મને અહીનો જ રેફરન્સ આપ્યો છે. કે મેડી સર પાસે જ જવું મે એક જ અઠવાડીયાથી જોઈન્ટ કર્યું છે. પણ હું સારૂ અનુભવું છું હું આદિત્ય બીરલા સ્કુલમાંથી આવું છું હું પહેલા ધોરણથી દર વર્ષે સોલો ડાન્સમાં ભાગ લેતી હતી તો મને પહેલો બીજો નંબર બધા વર્ષ મળ્યો છે. અને ગરબામાં પણ મને પ્રીન્સેસનું ટાઈટલ મળ્યું છે. ફ્રી સ્ટાઈલ બોલીવુડ મારી ફેવરીટ ડાન્સ સ્ટાઈલ છે. ડાન્સ મારો શોખ નથી હું ખાલી અહીં ડાન્સ કરીને આનંદ માણવા માટે આવું છું

બોલીવુડ મારી ફેવરીટ ડાન્સ સ્ટાઈલ: વિશ્વા કારીયા

Vlcsnap 2018 06 28 11H35M25S194

વિશ્વા  કારીયાએ જણાવ્યું હતુ કે, હું પાંચ વર્ષથી ડાન્સ કરૂ છું મે બે વર્ષ પહેલા મીસ્ટર મેડી એકેડેમી જોઈન્ટ કર્યું છે.

ડાન્સ મારૂ પેશન છે. પણ એવું નહી કે ખાલી ડાન્સ જ બધુ મારી દીદી પણ ડાન્સર છે. એટલે મને પણ ડાન્સનો શોખ છે.

ફયુચર પ્લાનીંગ ડાન્સર બનવાનું પણ છે. અને એન્જીનીયર બનવાનું પણ છે. ફ્રી સ્ટાઈલ બોલીવુડ મારી ફેવરીટ ડાન્સ સ્ટાઈલ છે. મને શાળામાંથી પણ ધણુ ડાન્સનું નોલેજ મળ્યું છે. શાળા દરમિયાન અનેક ઈવેન્ટોમાંભાગ લઈને મે ડાન્સ પરફોમન્સ આપ્યું છે.

યુટયુબ ચેનલમાં ટયુટોરીયલ વિડિયો મુકીએ છીએ: ટ્રેઈનર શ્યામલ સોની

Vlcsnap 2018 06 28 11H34M39S239

શ્યામલ સોનીએ જણાવ્યું હતુ કે મીસ્ટર મેડી એકેડમીમાં હું અને માધવ પૂરોહિત સાત વર્ષ થી સાથે કામ કરીએ છીએ અને મીસ્ટર મેડીમાં લાઈક લીરીકસ, બોલીવૂડ, બોલી લીરીકલ, બી.બોઈંગ એવી બધી સ્ટાઈલમાં ડાન્સ કરાવવામાં આવે છે. હું સાત વર્ષથી ડાન્સ કરૂ છું મને માધવ પૂરોહીતે ઈન્સ્પાયર કર્યો છે. અત્યારે મારી ખૂદની એકેડેમી છે હૂં અહી બી-બોઈંગ, લીરીકલ, બોલીવુડ, ડમ્પીંગ કલાસીકલની બધી સ્ટાઈલ કરાવું છું અમારૂ ફુચર પ્લાન એવું છે કે અમારે યુ-ટયુબમાં ચેનલ છે. એમાં અમારા આલ્બમ સોન્ગ, શોર્ટ ફિલ્મ અને ડાન્સના વીડીયો અને ટયુટોરીયલ પણ આવે છે.

ડાન્સીંગ ક્ષેત્રે જ કારકીર્દી ઘડવી છે: ગીતાંશ

Vlcsnap 2018 06 28 11H33M40S175

ગીતાંશે જણાવ્યું હતુ કે મેં જયારથી સ્ટાર્ટ કર્યું ત્યારથી આ જ એકેડેમીમાં છું મારે છ થી આઠ મહિના થઈ ગયા છે. હું નાનો હતાહ ત્યારથી જ ડાન્સ કરૂ છું પણ ડાન્સ કલાસમાં આગળ વધવાનું છથી આઠ મહિના પહેલાથી સ્ટાર્ટ કર્યું છે. રૂત્વીક અને શાહીદથી હું ઈન્સ્પાયર થયો છું. અચીવમેન્ટસમાં તો મેં પહેલા પણ ડાન્સીસ કરેલા છે. અને કોલોની ફંકશન્સમાં કરેલા છે. સ્કુલ્સ અને કોલેજમાં કરેલા છે. મેં કોમ્પીટીશન્સ માટે વિડીયોઝ સેન્ડ કર્યા છે. જેનું રીઝલ્ટ આવવાનું બાકી છે. બોલીવુડ ડાન્સ સ્ટાઈલ હું શીખું છું ફયુચરમાં ડાન્સમાં જ આગળ વધવું છે. બેઝીકલી હું એકટર છું તેતી આ ફિલ્ડમાં જ આગળ વધવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.