દામનગર: લાઠીના ભૂરખીયામાં ૭૧મા વન મહોત્સવ અંતર્ગત એક હજાર વૃક્ષોનું વાવેતર

યુવા સેતુ સંસ્થાના યુવાનો વૃક્ષોના ઉછેર માટે વચનબધ્ધ થયા

લાઠી તાલૂકાના ભૂરખીયા ખાતે યોજાનાર ૭૧મા વન મહોત્સવ અંતર્ગત એક હજાર વૃક્ષોનાં વાવેતરનું કાર્ય હાથ ધરવામાં આવ્યુંતુ જેમાં વન વિભાગ લાઠી રેન્જના માર્ગદર્શન હેઠળ યુવા સેતુ સંસ્થાના યુવાનો વૃક્ષોના ઉછેર માટે વચનબધ્ધ થયા હતા.

પર્યાવરણની જાળવણી માટે લાઠી વન વિભાગનાં કર્મચારીઓએ માર્ગદર્શન આપ્યું હતુ. જેમાં સરપંચ જોરૂભાઈ ગોહિલ, ઉપસરપંચ મગનભાઈ કોટડીયા, ભુરખીયા હનુમાનજી મંદિરનાં નરશીભાઈ ડોડીયા, દેવરાજભાઈ સિંઘવ, વિઠ્ઠલભાઈ સરધારા કરશનભાઈ સરધારા, ગોપાલભાઈ ચુડાસમા, રચનાત્મક સંસ્થા યુવા સેતુના સ્થાપક સુરેશભાઈ મિયાણી સહિતના યુવાનોની ટીમ દ્વારા એક હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ તથા યુવાનો વૃક્ષ ઉછેર માટે વચનબધ્ધ થયા હતા.

Loading...