Abtak Media Google News

માણાવદર પોસ્ટ ઑફિસ સામે માણાવદર તાલુકા ના  ડાક સેવકો પગાર વધારાની માંગણી સાથે છેલ્લા આઠ દિવસ થી હડતાલ પર ઉતરી ગયા છે  ઑલ ઇન્ડિયામાં ૩ લાખ થી વધુ ગ્રામીણ ડાક સેવકો છે પરંતુ મોટા મોટા સિટીમાં કાયમી પોસ્ટમેનને રૂપિયા  ૫૦ થી ૬૦ હજાર પગાર ચુકવવામાં આવે છે અને ગ્રામીણ ડાક સેવકો ને રૂપિયા ૬ થી ૧૦ હજાર જ ચુકવવામાં આવતો હોવાથી ગ્રામીણ ડાક સેવકો માં નારાજગી ઉઠવા પામી હતી સરકાર દ્વારા પગાર વધારાના મુદ્દે અગાઉ સતર મહિના ના ની લાંબી મુદત આપેલ છતા આજદિન સુધીમાં તેની અમલવારી ન કરાતા ગ્રામીણ ડાક સેવકો રોષે ભરાયા હતા અને અચોકકસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે

૨૦૧૫ થી કમલેશચંદ્ કમિટી એ અહેવાલ આપેલ છે અને સુપ્રીમ કોર્ટ પણ હુકમ કર્યો છે છતાં સરકાર દ્વારા આજદિન સુધીમાં પડતર માંગણીઓ સ્વીકારવામાં નહી આવતા  માણાવદર તાલુકાના ગ્રામીણ ડાક સેવકો છેલ્લા આઠ દિવસ થી હડતાલ પર ઉતરી ગયા છે આજે ડાક સેવકો એ અર્ધ નગ્ન હાલતમાં અને કાળી પટ્ટી ધારણ કરી સુત્રોચ્ચાર કરી સરકાર નો વિરોધ કરીયો હતો  જયા સુધી સરકાર દ્વારા પડતર ગ્રામીણ ડાક સેવકો ની પડતર માંગણીઓ સ્વીકારવામાં નહી આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.