Abtak Media Google News

હીઝ હોલીનેશ ડો. સૈયદના મૌલાના અબુ જાઅફરૂસ્સાદીક આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (..)ની ૭૬મી મિલાદ મુબારક (જન્મ દિવસ)ની રાત તા.૨૬મે રવિવારે

હીઝ હોલીનેશ ડો. સૈયદના વ મૌલાના અબુ જાઅફરૂસ્સાદીક આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) વિશ્વભરના લાખો દાઉદી વ્હોરા સમાજના ૫૩માં દાઈ અલ મુત્લક છે. તેમનું આધ્યાત્મિકતા, શ્રધ્ધા ભકિત, ભાઈચારો, સર્વધર્મ સમભાવની ભાવના, માનવ જાતની સેવા, ભલાઈના કામો કરવાની અદભૂત ભાવના ભરેલ પડી છે.

૫૨માં દાઈ અલ મુત્લક આપના બાવાજી સાહેબ (પિતાશ્રી સ્વ.) ડો. સૈયદના વ મૌલાના અબુલ કાઈદ જોહર મોહંમદ બુરહાનુદીન સાહેબ (રી.એ)ના સંપૂર્ણ કાર્યો આપના વફાત થયા બાદ સંભાળેલ છે.તેમના જગતમાં સેવા ભલાઈ માર્ગદર્શનથી દાઉદી વ્હોરા કોમ શિસ્ત અને સારા કાર્ય માટે શાંતિ વેપારી કોમ તરીકે જાણીતી બની છે. તા.૨૬મે રવિવાર રાત્રે તથા ૨૩મી રમજાનની લયલતુલ કદરની રાત તથા મીલાદ મુબારકની રાત છે.

હી.૧૩૬૫મી તા.૨૩મી રમજાન લયલતુલ કદરની મુબારક રાતમાં સુરત શહેરમાં હીઝ હોલીનેશ ડો. સૈયદના વ. મૌલાના અબુ જાઅફરૂસ્સાદીક આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.)નો જન્મ )વિલાદત) થયો હતો. વિશ્વભરના લાખો દાઉદી વ્હોરા ૫૩માં દાઈ અલ મુત્લક હોઝ હોલીનેશ ડો. સૈયદના વ મૌલાના અબુ જાઅફરૂસ્સાદીક આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.)ના હકમાં ખાસ દુઆ કરશે અને મુબારક બાકી પેશ કરશે.

૫૨માં દાઈ અલ મુતલક ડો.સૈયદના સાહેબ (રી.અ.) આપને ‘સકતુત દાઅવતીત તૈયબીયાહ’ તથા ‘સૈફુદીન’ તથા ‘અકીક ઉલ યમન’ ટાઈટલ આપીને બિરદાવેલ હતા. આ ઉપરાંત તાંગા, મોસી (આફ્રિકા), હયુસ્ટન (અમેરિકા), કોલંબો (શ્રીલંકા)ના મેયર દ્વારા આપને કી ઓફ સીટી પેશ કરી એવોર્ડથી નવાઝેલ હતા.

મોહરમ માસ નિમિતે આ વર્ષ વાઅઝ ઈન્દોર મુકામે કરેલ હતી જયાં વિશ્વભરમાંથી બે લાખથી વધુ દાઉદી વ્હોરા સમાજના લોકો પહોચેલ હતા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ઈન્દોરમાં ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ)ને મળવા પધારેલ હતા. ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ની એમ ઈચ્છા છેકે વ્હોરા સમાજનાં દરેક ઘરમાં કમસે કમ એક વ્યકિત કુરઆન હાફીઝ (કંઠસ્થ) હોય. આ માટે આ અમલ શરૂ થઈ ગયેલ છે. અને ઘણા નાના બાળકોથી લઈ મોટાઓ ક્રુરઆ હાફીઝ થયા છે. અને થઈ રહ્યા છે.

ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ) આપનો જન્મદિવસ આપના બાવાજી સાહબે પરમાં દાઈ હીઝ હોલીનેશ ડો. સૈયદના વ મૌલાના અબુલ કાઈદ જોહર મોહમ્મદ બુરહાનુદીન સાહેબ (રી.અ.)ના ૧૦૯મી જન્મ તીથક્ષના દિવસે મંગળવાર તા.૧૭.૧૨.૧૯, મીસરી તા.૨૦મી રબ્બી ઉલ આખરના દિવસે તેમના સાથે જ ૭૬મી સાલગીરાહ (જન્મદિવસ) ધામધૂમથી ઉજવણી કરશે.

૨૩મી રાત્રે રમજાન લયલતુલ કદરની રાતે ઈબાદત કરીને આપનો ૭૬મો જન્મ દિવસ સાદાઈથી અને ખુદાની ઈબાદત સાથે ઉજવણી કરશે. વિશ્વભરનાં લાખો દાઉદી વ્હોરા તેમના હકમાં દુઆ કરે છે. સંકલન: શેખ યુસુફઅલી જોહર કાર્ડસવાલા મો. ૯૪૨૮૮૯૪૭૫૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.