Abtak Media Google News

દાહોદ એસપી કચેરીથી ચાર કિલોમીટર દૂર આવેલ ગલાલીયાવાડ જીઆઇડીસી વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગારધામના ધમધમતા અડ્ડા ઉપર ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમે ત્રાટકીને ચોસઠ જુગારીના ખેલીઓને કોર્ડન કરીને ધરપકડની ઘેરાબંધી કરતા દાહોદ પોલીસ તંત્રની ઊંઘ હરામ કરી નાખે એવી દોડાદોડી રૂરલ પોલીસ તંત્રની થઈ છે.

દાહોદ શહેરને અડીને આવેલ ગલાલીયાવાડ જીઆઇડીસી વિસ્તારમાં જાહેરમાં વજુભાઈ ભુરીયાના ખુલ્લેઆમ ચાલતા જુગારના અડ્ડા ઉપર જ્યારે ગાંધીનગર ખાતેથી આવેલ સ્ટેટ વિજિલન્સ સ્કોડ નો પોલીસ કાફલો ત્રાટક્યો ત્યાર ના દ્રશ્યો પણ રોમાંચક બની જાય એવા સર જાયા હતા એમાં જુગારધામના અડા ઉપરથી ૬૪ ખેલૈયો વિજીલન્સની ઘેરાબંધી માં ઝડપાઇ જતા આ અંગે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં તમારી હદમાં ચાલતા ખુલ્લેઆમ જુગારધામ ઉપર આવેલી અને ચોસઠ આરોપીઓને લઈ જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રોયલ પોલીસ સ્ટેશનના લૉકપમાંતો શું પણ પોલીસ સ્ટેશનમાં પણ પગ મુકવાની જગ્યા રહી નહોતી એમાં ૬૪ જુગારીઓ સાથે ૧૫ જેટલી મોટરસાયકલ અને 55 મોબાઈલ ફોન એક લાખ રૂપિયાની રોકડ કુલ છ લાખથી વધારે રૂપિયાનો મુદ્દામાલ ધબ કરતા દાહોદ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલને જુગારની આ સૌથી મોટી ઘટનાનો પર્દાફાશ થવા પામતા દાહોદ પોલીસ તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.