Abtak Media Google News

સામગ્રી
200 ગ્રામ ચણા
2 નંગ ડુંગળી
3 લીલા મરચાં
1 નંગ ટામેટું
1 નાનો ટુકડો આદું
5 કળી લસણ
2 ટેબલ સ્પૂન દહીં
1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
1 ટી સ્પૂન ધાણા પાવડર
1 ટી સ્પૂન હળદર
1 ટી સ્પૂન ગરમ મસાલો
1 ટી સ્પૂન ચણાનો મસાલો
1/2 ટી સ્પૂન જીરૂં
1 ઈંચ તજનો ટુકડો
1 તમાલપત્ર
3 નંગ લવિંગ
મીઠું સ્વાદાનુસાર
તેલ જરૂર મુજબ

 

રીત
સૌ પ્રથમ ચણાને કૂકરમાં મીઠું અને હળદર નાંખીને બરાબર બાફી લો. લગભગ સાતેક સીટી વગાડો. આ દરમિયાન ડુંગળી, લીલા મરચાં, આદું અને લસણને ભેગા કરીને ગ્રાઇન્ડ કરી લો. આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લો.

હવે ટામેટાંને ગ્રાઇન્ડ કરી લો. ટામેટાંની પેસ્ટને એક બાઉલમાં કાઢી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરૂં, તમાલપત્ર, તજ અને લવિંગ નાંખો.

જ્યારે જીરૂં ગરમ થવા લાગે એટલે એમાં ડુંગળીવાળી પેસ્ટ નાખો. બરાબર મિક્ષ કરીને બે એક મિનિટ સુધી ચઢવા દો. ડુંગળીની પેસ્ટ લગભગ લાઈટ બ્રાઉન રંગની થઈ જાય એટલે તેમાં હળદર અને મીઠું નાંખો. બરાબર મિક્ષ કરીને ફરીથી એકાદ મિનિટ માટે ચઢવા દો.

હવે તેમાં ટામેટાની પ્યુરી નાંખો. ગેસના તાપને ફાસ્ટ કરો. એકાદ મિનિટ સુધી ચઢ્યા બાદ તેમાં દહીં નાખો. દહીં નાખ્યા બાદ બરાબર હલાવતા રહો જેથી દહીં ચોંટે નહીં.

હવે કૂકરમાંથી ચણા કાઢીને તેને પેનમાં નાંખો. ચણાને પાણી સાથે પેનમાં નાખો. હવે તેને ઉકળવા દો. ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો.

ગ્રેવી ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરીને કોથમીર નાખી ગાર્નિશ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.