Abtak Media Google News

દાદરાનગર હવેલીમાં મેડિકલ કોલેજને મંજુરી મળતા ૪૦ પ્રતિનિધિઓ દિલ્હી પહોંચ્યા

 કેન્દ્રીયમંત્રી મંડળ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા તેમજ નગર હવેલીમાં મેડિકલ કોલેજની મંજુરી  આપ્યા બાદ બંને સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને દાદરાનગર હવેલીના સાંસદ નટુભાઈપટેલ, દમણ-દીવનાં સાંસદ લાલુભાઈ પટેલ સહિત ૪૦ પ્રતિનિધિઓ દિલ્હી પહોંચી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરી આભાર માનવામાં આવ્યો. સાંસદ નટુભાઈ પટેલના નેતૃત્વમાં દાદરાનગર હવેલીથી ૨૧ લોકોની ટીમ દિલ્હી પહોંચી અને મેડિકલ કોલેજ જેવી મોટી ભેટ પર પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી આભાર વ્યકત કર્યો છે.ઉલ્લેખનીય છે કે, દાદરાનગર હવેલી તેમજ દમણ-દીવ પ્રશાસનને સેલવાસમાં મેડિકલ કોલેજની સ્થાપના માટે બે વર્ષમાં ૧૮૯ કરોડ રૂપિયાની ધનરાશી નિર્ધારિત કરાઈ છે. ૨૦૧૮-૧૯ માટે ૧૧૪ કરોડ રૂપિયા અને ૨૦૧૯-૨૦ માટે ૭૫ કરોડ રૂપિયા જેમાં દર વર્ષે ૧૫૦ છાબોનું નામાંકન થયું. આ પરીયોજના ૨૦૧૯-૨૦ સુધી પુરી થઈ જશે અને તેનું નિર્માણ તેમજ પરિવ્યય ભારતી ચિકિત્સા પરીષદના નિયમો તથા પરીવાર કલ્યાણ મંત્રાલયના દિશા-નિર્દેશોના અનુરૂપ કરાશે.

 મેડિકલ કોલેજની મંજુરીથી ચિકિત્સકોની ઉપલબ્ધતામાં વૃદ્ધિ થશે તથા ચિકિત્સકોની સમસ્યામાં પણ કમી આવશે. આ સાથે દાદરાનગર હવેલી તેમજ દમણ-દીવ કેન્દ્ર શાસિત પ્રદેશોના વિદ્યાર્થીઓ માટે મેડિકલ શિક્ષા પ્રાપ્ત કરવાના અવસરોમાં વૃદ્ધિ આવશે. જેને કારણે જિલ્લા સ્તરની હોસ્પિટલોની ઉપયોગીતા વધશે અને બંને કેન્દ્ર શાસિત પ્રદેશો તથા આસપાસના લોકો માટે ત્રીજા સ્તરની મેડિકલ સુવિધા વધારે બહેતર બનશે. મેડિકલ કોલેજની ભેટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યકત કરવા અને ભવનના શિલાન્યાસ માટે આમંત્રિત કરવા દાદરાનગર હવેલીના સાંસદ નટુભાઈ પટેલ, નગરપાલિકાના અધ્યક્ષ રાકેશસિંહ ચૌહાણ, ઉપાધ્યક્ષ અજયભાઈ દેસાઈ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ હસમુખભાઈ ભંડારી, ભાજપ નેતા દિગ્વિજયસિંહ પરમાર, ભાજપ મહામંત્રી જીતુ મઢા, પૂર્વ સાંસદ સીતારામ ગવલી, અજીતભાઈ યાદવ, વિજેન્દ્ર પરમાર, રાજુ ડોડિયા, રાજન સોલંકી, જિલ્લા પંચાયત અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષ સહિત અન્ય ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.