Abtak Media Google News

તા.૧ જુનથી ૨૦ જુન સુધી તમામ વિધાનસભા બેઠકોમાં બીએલઓ દ્વારા મતદાર યાદી સતત સુધારણા ઝુંબેશનો પ્રારંભ

રાજય ચુંટણીપંચ દ્વારા આજથી સમગ્ર રાજયમાં સતત મતદારયાદી સુધારણા ઝુંબેશના ભાગરૂપે ૮૦ વર્ષથી વધુ વયના વૃદ્ધો હયાતીની તપાસણી તેમજ નવી મતદાર યાદીમાં નામ અથવા તો અટકમાં ભુલો હોય તો સુધારવા માટે તમામ બીએલઓને ડોર ટુ ડોર ચકાસણી માટે મોકલ્યા છે. જેમાં બીએલઓ ‘દાદા-દાદી’ હયાત છે કે કેમ ? તે અંગેની ચકાસણી કરવાની

સાથે-સાથે નવા મતદારોના નામ પણ ઉમેરશે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજય ચુંટણીપંચની સુચના અન્વયે તા.૧લી જુન એટલે કે આજથી તા.૨૦મી જુન સુધી તમામ વિધાનસભા મતદાન ક્ષેત્રમાં બીએલઓને ડોર ટુ ડોર મોકલી મતદારયાદી સુધારણા ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો છે.

ચુંટણી વિભાગના સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ મતદારયાદી સતત સુધારણા ઝુંબેશના ભાગરૂપે આજથી શરૂ થયેલી આ કામગીરીમાં ખાસ કરીને બીએલઓ મતદારોના ઘરે જઈ ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા વૃદ્ધોની હયાતીની ખરાઈ કરશે સાથે-સાથે જે-તે કુટુંબમાં પરણીને આવેલી નવવધૂના નામ ઉમેરવા તેમજ દિકરી પરણીને સાસરે ગઈ હોય તેવા કિસ્સામાં નામ કમી કરવા ઉપરાંત નવી મતદારયાદીમાં મતદારોના નામમાં ભુલ હોય તો સુધારણા સહિતની કામગીરી પણ હાથ ધરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.