રાજસ્થાનમાં સાયકલોનીક સરકયુલેશન:વાતાવરણમાં પલટો

158

ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો વાહન ચાલકોને હાલાકી: બે દિવસ વાદળ છાંયુ વાતાવરણ રહેશે

છેલ્લા બે માસથી કાતિલ ઠંડીનો સામનો કરી રહેલા ગુજરાતવાસીઓને છેલ્લા બે દિવસથી ઠંડીમાં ચોકકસ થોડી રાહત મળી છે. પરંતુ પાડોશી રાજય રાજસ્થાનના પશ્ચીમ ભાગમાં સાયકલોનીક સરકયુલેશન સર્જાયાના કારણે આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાંયું વાતાવરણનાં કારણે સવારના સુમારે ઠંડીનો અહેસાસ થયો હતો. આગામી બે દિવસ સુધી વાદળછાંયુ વાતાવરણ રહેશે. જોકે કમૌસમી વરસાદની સંભાવના નહિવત છે. આવતીકાલથી વાતાવરણ સામાન્ય થઈ જાય તેવી સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર પશ્ચીમ રાજસ્થાનમાં સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનાં કારણે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ સહિતના શહેરોમાં સવારે વાદળછાંયું અને ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. જેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

બે દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે ત્યાર બાદ ક્રમશ: પારો ઉંચકાશે સાયકલોનીક સરકયુલેશનની અસર છતા રાજયમાં કમૌસમી વરસાદની સંભાવના નહિવત છે.

આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૬.૪ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૫ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૧૦ કીમી પ્રતિકલાક રહેવા પામી હતી.સવારે ૮.૩૦ કલાકે તાપમાન ૧૭ ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતુ ગઈકાલનું મહત્તમ તાપમાન ૩૦.૮ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ નલીયામાં પણ આજે ઠંડીનું જોર ઘટયુ છે.

નલીયાનું લઘુતમ તાપમાન આજે ૧૨.૩ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૬ કીમી પ્રતિ કલાક રહેવા પામી હતી.

જૂનાગઢમાં આજે લઘુતમ તાપમાન ૧૫.૭ ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૮ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૪ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. ગઈકાલનું મહતમ તાપમાન ૧૮ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ શિયાળાની સીઝન હાલ વિદાય લેવા તરફ છે. ઉનાળાના પગરવ થઈ રહ્યો છે. ત્યારે હાલ બેવડી સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

અને બપોરે ઉનાળા જેવી આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આવામાં રાજસ્થાનમાં સાયકલોનીક સરકયુલેશનની અસર તળે વાદળછાંયુ વાતાવરણના કારણે ખેડુતોને બેવડો માર પડયો છે.

Loading...