Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઈઝરાયેલનાં વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ સાથે ફળદાયી મુલાકાત

ઈઝરાયેલમાં ટ્રાફિક નિયંત્રણ, દરિયાઈ સુરક્ષામાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ, કમાન્ડ કંટ્રોલ જેવા સોલ્યુશન્સની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્યમંત્રી

ઈઝરાયેલનું તાહલ ગ્રુપ કૃષિ ક્ષેત્રે સહયોગ સાધવા તત્પર: વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ માટે નિયંત્રણ અપાયું

 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના ઇઝરાયેલ પ્રવાસમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂની ફળદાયી શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી અને ઇઝરાયેલના પ્રધાનમંત્રીની ૪પ મિનિટી વધુ લંબાણપૂર્વકની આ મૂલાકાત બેઠક દરમિયાન કૃષિ, સાયબર સિકયુરિટી, વોટર મેનેજમેન્ટ અને ઇનોવેશન્સના ક્ષેત્રોમાં વધુ સહકારની દિશામાં ફળદાયી ચર્ચા-વિમર્શ થયો હતો.

ઇઝરાયેલના વડાપ્રધાનએ આ સહકારના ક્ષેત્રોને વધુ સાતત્યપૂર્ણ બનાવવાના હેતુી વિચાર-વિનિયોગ પ્રોત્સાહન માટે જોઇન્ટ વર્કિંગ ગૃપની રચના માટેનું પ્રેરક સૂચન કર્યું હતું તેનો વિજયભાઇ રૂપાણીએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નેતાન્યાહૂ સોની ચર્ચા-વિમર્શમાં કહ્યું કે, ઇઝરાયેલ અને ગુજરાત વચ્ચે કૃષિ તથા ઇનોવેશન ક્ષેત્રમાં સહયોગની વિપૂલ સંભાવનાઓ છે તેનો ફાયદો ખેડૂતો અને યુવાઓને મોટા પ્રમાણમાં મળી શકે તેમ છે.  ઇઝરાયેલ પ્રધાનમંત્રીએ આ સંદર્ભમાં ઇઝરાયેલના સાયબર એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામનો લાભ ગુજરાતના યુવાનોને આપી શકાય તે માટે મુખ્યમંત્રી સાથે આ માટેની કાર્યયોજના અંગે વિગતે પરામર્શ કર્યો હતો.

આ એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામ અન્વયે બેય પ્રદેશો સાથે મળીને ગુજરાતના તેજસ્વી વિર્દ્યાથીઓને સ્પોન્સર કરી પ થી ૧૦ સપ્તાહના એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામ અન્વયે ઇઝરાયેલની ઉચ્ચત્તમ ટેકનોલોજીનો લાભ ગુજરાતના યુવાનોને મળશે. ઇઝરાયેલ પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ પ્રોગ્રામ ટેકનોલોજી ટ્રાન્સફર પ્રક્રિયાને વેગવાન બનાવી ગુજરાતના વિર્દ્યાથીઓમાટે ઉત્તમ રોજગાર અવસરો પણ ઊભા કરશે.

ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતાન્યાહૂએ જળ વ્યવસપનના ક્ષેત્રે ગુજરાત સાથે ગહન સહભાગિતાથીકામ કરવાની ખાતરી આપી હતી. તેમણે ગુજરાત અને ઇઝરાયેલ બેય તરફના ઊદ્યોગ સાહસિકોના માધ્યમી શ્રેષ્ઠ અને વ્યાપક પ્રમાણમાં ટેકનોલોજી ટ્રાન્સફરની બાબતે ખાસ ભાર મૂકયો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બેઠક દરમિયાન ઈઝરાયેલના પ્રધાનમંત્રીને જણાવ્યું કે ઇઝરાયેલે ઓછા કુદરતી પાણી સ્ત્રોત વચ્ચે પણ રિસાયકલ્ડ વોટર-ડિસેલીનેશન વોટરી પાણી જરૂરિયાત સંતોષી કરેલી કૃષિ ક્રાંતિ ગુજરાત માટે પથદર્શક બનશે.

આ સંદર્ભમાં તેમણે ગુજરાતમાં રિ-યુઝ ઓફ ટ્રિટેડ વેસ્ટ વોટર પોલિસી તેમજ ૧૦ જેટલા ડિસેલીનેશન પ્લાન્ટસની સ્થાપનાની વિગતો આપી હતી.  ઇઝરાયેલના ૬ દિવસીય પ્રવાસે ગયેલા ગુજરાત પ્રતિનિધિ મંડળના પ્રવાસના ત્રીજા દિવસે કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર અને ટોચના અધિકારીઓએ ઇઝરાયેલની ટોચની કંપની તાહલ ગ્રૂપના તજજ્ઞ જ્ઞાનનો ગુજરાતના કૃષિ અને જળ વ્યવસપન ક્ષેત્રે વિનિયોગ કરવાની સંભાવના ચકાસી હતી.

કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારની આગેવાનીમાં ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં તાહલ ગ્રુપના મેનેજમેન્ટે ગુજરાતના કૃષિ ક્ષેત્રે – વાવેતરી લઇને પ્રોસેસિંગ અને પેકેજિંગ સુધીના સોલ્યૂશન્સ માટે ગુજરાત સાથે સહયોગ સાધવામાં ઊંડો રસ દર્શાવ્યો હતો.  તાહલ ગ્રુપે પોતાના વિવિધ પ્રોજેક્ટ્સની માહિતી આ પ્રતિનિધિમંડળને આપી હતી.

આ બેઠકના સંદર્ભમાં મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત ભારતમાં કૃષિ ક્ષેત્રે અગ્ર હરોળમાં સ્થાન ધરાવે છે તેવા સમયે રાજ્યના કૃષિ અને જળ વ્યવસપન ક્ષેત્રે તાહલ ગ્રુપના કૌશલ્ય-જ્ઞાનનો વિનિયોગ રાજ્યના એગ્રિકલ્ચર સેક્ટરની શ્રૃંખલાને વધુ મજબૂત બનાવશે.

આ બેઠકના નિષ્કર્ષ વિશે પ્રકાશ પાડતા જયદ્રથ સિંહ પરમારે જણાવ્યું હતું કે તાહલ ગ્રુપના મેનેજમેન્ટ સાથે અમે સર્વગ્રાહી વોટર મેનેજમેન્ટ સિસ્ટમ સહિત જળ વિષયક માહિતી સંકલિત કરવાના પ્રોજેક્ટ વિશે ચર્ચા કરી હતી અને આવનારા સમયમાં આ દિશામાં વધુ પ્રક્રિયા હાથ ધરાશે. તાહલ ગ્રુપ સાથેની બેઠકમાં પ્લાસ્ટિકના રિસાયકલિંગના સંદર્ભમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની યોજનાની સંભાવના પણ ચકાસવામાં આવી હતી.

કૃષિ રાજ્ય મંત્રીએ ગુજરાતમાં રોકાણની સંભાવના ચકાસવા માટે તાહલ ગ્રુપને વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯માં ભાગ લેવા આમંત્રણ પણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના ઇઝરાયેલ પ્રવાસના ત્રીજા દિવસે અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ ખાસ સમય ફાળવીને ઇઝરાયેલમાં ટ્રાફિક નિયંત્રણ સહિતના વિષયોમાં આઇ.ટી. ટેકનોલોજી સોલ્યુશન્સના સફળ પ્રયોગનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.

ગુજરાતના નિર્ણાયક વિકાસ માટે પ્રતિબદ્ધ વિજયભાઈએ ઇઝરાયેલની એલ્બીટના ડેલિગેશન સો મુલાકાત યોજી હતી અને એલ્બીટ દ્વારા ઊભરતી આઇટી ટેક્નોલોજિઝ અંગે રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનને નિહાળ્યું હતું.   મુખ્યમંત્રીને મળેલા એલ્બીટ ડેલિગેશને ઇઝરાયેલમાં શહેરી ટ્રાફિક નિયમન માટેની એડવાન્સ ટેકનોલોજી તા ડ્રોનના ઉપયોગ અંગે વિશદ ચર્ચાઓ કરી હતી.

ખાસ કરીને દરિયાઇ સુરક્ષાના જોખમો સામે ડ્રોન ટેકનોલોજી દ્વારા હોડી-બોટની ઓળખ વિષયે જાણવામાં ગુજરાતના મુખ્યમંત્રીએ ઊંડો રસ દાખવ્યો હતો.  ઇઝરાયેલે અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના માધ્યમી સીસીટીવી, સાઉન્ડ સેન્સર્સ, ચહેરાની ઓળખ જેવા સ્ટેટ ઓફ ધ આર્ટ સોલ્યુશન્સ વિકસાવ્યા છે.

આ બેઠકમાં એલ્બીટ ડેલિગેશને શહેરોમાં ટ્રાફિક નિયમનની આધુનિક પદ્ધતિઓ, ડ્રોનના ઉપયોગનું તેમજ સમુદ્રી સુરક્ષાના સંદર્ભમાં બોટ્સ પર જોખમ ઘટાડવા માટેની વિશિષ્ટ આઇડેન્ટિફિકેશન ટેકનિક્સનું પણ નિદર્શન કર્યું હતું. મુખ્યમંત્રીએ આ સ્ટેટ ઓફ ધ આર્ટ સોલ્યુશન્સની ગુજરાત સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં મહત્તમ ઉપયોગીતા અને વિનિયોગ અંગે પણ વિસ્તૃત પરામર્શ કર્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.