Abtak Media Google News

CEAT કંપનીએ લીધી તેના ગ્રાહકોની સંભાળ, ટાયરની વિસ્તૃત વોરંટી ત્રણ મહિના સુધી વધારી,

જાણીતા ટાયર ઉત્પાદક CEAT TYRESએ વાયરસને કારણે ચાલુ લોકડાઉનને કારણે તેના ગ્રાહકો માટે ટાયરની વોરંટી ત્રણ મહિના સુધી વધારી દીધી છે. આ વોરંટી એક્સ્ટેંશન ભારતભરમાં તે ટાયર માટે છે જેમની વોરંટી 1 માર્ચ 2020 થી 31 મે 2020 સુધી સમાપ્ત થાય છે.

Ceat
CEAT TYRES LTDના ચીફ ઓપરેટિંગ ઓફિસર અર્ણબ બેનર્જીએ જણાવ્યું હતું કે અમે અમારા ગ્રાહકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે અમારા ગ્રાહકો આવા સમયે પણ વોરંટીના ફાયદાઓનો આનંદ લેતા રહે. અમે નિર્ણય લીધો છે કે અમે દેશભરમાં અમારી તમામ ડીલરશીપ પર ગ્રાહકોને મફત વોરંટિ પ્રદાન કરીશું.

1482126280 9412

જણાવી દઈએ કે અગાઉ ટાટા મોટર્સ, હ્યુન્ડાઇ અને મહિન્દ્રા ગ્રૂપે પણ તેમના ગ્રાહકો માટે સર્વિસ વોરંટી વધારવાની જાહેરાત કરી હતી. કંપનીઓ દ્વારા દેશભરના તમામ શોરૂમ, ડીલરશીપ અને અન્ય બિન-જરૂરી આઉટલેટ્સને વાયરસ અને ચાલુ લોકડાઉનને કારણે બંધ કરવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, ધીરે ધીરે બધી કંપનીઓ તેમના કારખાનાઓ ખોલી રહી છે. કંપનીએ મફત સેવાનો ઉપયોગ કરવામાં અસમર્થ એવા ગ્રાહકો સુધી આ સેવાનો વિસ્તાર કરવાની જાહેરાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.