Abtak Media Google News

સૌરાષ્ટ્રભરના ઘણાં ખેડુતો કપાસ, મગફળી જેવા મુખ્ય પાકોને તીલાંજલી આપી બાગાયતી ખેતી કરતા થયાં છે

સૌરાષ્ટ્રભરમાં ઘણાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી કપાસ,મગફળી જેવા મુખ્ય પાકોને તિલાંજલિ આપીને બાગાયતી ખેતી કરતાં થયા છે.ત્યારે ધોરાજીના નાના એવા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે ભાડાપટ્ટાની જમીનમાં ગૌશાળાના લાભાર્થે ડ્રેગનફ્રુટની ખેતી કરીને એક અનોખો રાહ ચિંધો છે.

વાત કરીએ ધોરાજીના નાના એવા વાડોદર ગામની તો ગામમાં  ગૌશાળામાં ૪૦ થી ૫૦ જેટલી ગાયો છે આ ગાયોના ઘાસચારાની સાથે નિભાવ ખર્ચને પહોંચી વળવા માટે ગ્રામજનોએ ભાડા પટ્ટાની એક એકર જમીનમાં  એક અનોખા ડ્રેગનફ્રુટની ઓછા પાણીએ ડ્રીપ ઈરીગેશન પધ્ધતિથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યાં છે.

ગૌસેવક એવા ગોપાલભાઈનારીયા નામના ખેડૂતે ગામના જ અન્ય ખેડૂતની એક એકર જમીન ભાડે રાખીને તેમાં ૮ બાય ૧૨ ફૂટના અંતરે ૧૬૦૦ જેટલા ડ્રેગનફ્રુટનું વાવેતર કર્યું છે.આંતર પાક તરીકે ગાયોના ઘાસચારાની સાથે શાકભાજી સહિતનું વાવેતર  કરવામાં આવે છે.

Cultivo-De-Fruta-Del-Dragon-De-Presupuesto-Cero-Para-Beneficiarios-Del-Establo-En-La-Aldea-De-Vadodar-De-Dharaji
cultivo-de-fruta-del-dragon-de-presupuesto-cero-para-beneficiarios-del-establo-en-la-aldea-de-vadodar-de-dharaji

ડ્રેગનફ્રુટની આ ખેતી પ્રારંભે તો ભલે ખર્ચાળ લાગતી પરંતુ વર્ષો સુધી વધતાં જતાં ઉત્પાદનની સાથે જીરો બજેટની અઢળક કમાણી આપતી ખેતી પણ સાબિત થઈ છે.ત્યારે ડ્રેગનફ્રુટનું વાવેતર કર્યા બાદ ૨ વર્ષે મળે છે. અને પ્રથમ વર્ષે એક છોડ દીઠ ૮ થી ૧૦ કિલો સુધીનું ડ્રેગનફ્રુટનું ઉત્પાદન જોવા મળે છે.ત્યારે ડ્રેગનફ્રુટ આજે બજારમાં રૂપિયા ૨૦૦/-થી ૩૦૦/-ના કિલોના ભાવે વહેંચાઈ રહ્યાં છે.ખેડૂતો માટે પ્રેરણા દાયક અને નવી ડ્રેગનફ્રુટની ખેતી માટે ગૌશાળાના સંચાલકો ગૌસેવાની સાથો સાથ ડ્રેગનફ્રુટના રોપનું વહેચણ અને ખેતી અંગેની માહિતી પણ પ્રગતિશીલ ખેડૂતોને આપી રહ્યાં છે.

ડ્રેગનફ્રુટ મનુષ્યને થતાં કેન્સર,ડાયાબિટીસ,કબજીયાત અને ઘટતા જતાં રક્તકણોને વધારવા જેવી બિમારીઓ માટે અકસીર ઈલાજ હોવાનું પણ કહેવાય છે.જેમને લઈને આજે ડ્રેગનફ્રુટની બજારમાં માંગ પણ વધી રહી છે.

સૌરાષ્ટ્રભરમાં આજે ઘણી જગ્યાએ ખેડૂતો ડ્રેગનફ્રુટની ખેતી કરતાં તો થયા છે પરંતુ ધોરાજીના વાડોદર ગામના પ્રગતિશીલ ગૌસેવક ખેડૂત ગોપાલભાઈ નારીયા આજે અન્ય ખેડૂતો અને ગૌસેવકો માટે પ્રેરણા દાયક બન્યા છે. ત્યારે રાજ્યભરમાં બંજર બનતી ગૌચરની જમીનો ઉપર થઈ રહેલ પેશકદમીઓ,ગેરકાયદેસરનું ખનનન અને શહેરથી લઈને ગામડાઓ સુધી રખતા ભટકતા પશુઓના નિભાવ અંગે માથાનો દુ:ખાવો બનેલ પ્રશ્ર્ન માટે જો અન્ય ગૌશાળાના સંચાલકો પાસે સરકાર ગૌચરની જમીનમાં આવી  પ્રેરણા દાયક ખેતી કરાવ અંગેનું પ્રોત્સાહન આપે તો ગૌચર સુધારણાની સાથે  ઠેરઠેર રખડતાં ભટકતાં પશુઓનો પ્રશ્ર્ન કાયમી માટે હલ થાય તો ના નહી..!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.