Abtak Media Google News

આતંકવાદીઓ અને આતંકને સહાય કરનારા વચ્ચેની કડી તોડવામાં ઘણા અંશે સફળતા મળી: બાજવા

શ્રીનગરમાં અલગતાવાદી નેતા શબ્બીરની ધરપકડ

આતંકવાદીઓને સહાય કરવાની નાપાક હરકત પાકિસ્તાન સરકાર અને સેનાએ કરી હોવાની કબૂલાત પાક. સેનાના વડા કામર જાવેદ બાજવાએ આપી છે બાજવાએ કહ્યું હતું કે, આતંકવાદીઓ અને આતંકને સહાય કરનારા વચ્ચેના સંબંધો તોડવાના પાકિસ્તાનને ઘણા અઁશે સફળતા મળી છે !

પાકિસ્તાનમાં અનેક આતંકી સંગઠનોને પનાહ મળતી હોવાની વાત જગજાહેર છે. અમેરિકા સહિતના દેશો પાક.ને આ મામલે અલ્ટીમેટલ આપી ચુકયા છે. ત્યારે હવે બાજવાએ પણ પાક. છેક હવે આતંકીઓ સામે પગલા લેવામાં સફળતામેળવી રહ્યું હોવાનું કહી આતંકવાદીઓને શરણ અપાતી હોવાની આકતરી કબુલાત કરી ચુકયા છે.

હોસ્ટાઇલ એજન્સીઓ આતંકવાદનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહી હોવાનું પાક. સેના પ્રમુખનું માનવું છે. બીી તરફ શ્રીનગરમાં અલગતાવાદી નેતા શબ્બીર શાહની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. શબ્બીર સામે આતંકવાસીઓને આર્થિક મદદ પુરી પાડવાનો આરોપ છે. તેને દિલ્હી કોર્ટમા: હાજર કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીર તેમજ સમગ્ર દેશમાં થતી આતંકી ઘટનાઓ પાછળ અલગતાવાદીઓનો આર્થિક  ટેકો પણ જવાબદાર છે. ત્યારે શબ્બીરની ધરપકડ દેશની સુુરક્ષા માટે મહત્વની બની જાય છે. અગાઉ દિલ્હી હાઇકોર્ટ ૧૦ વર્ષ જુના મની લોન્ડરીંગ કેસમાં શબ્બીર સામે બીનજામીન પાત્ર વોરન્ટ કાઢયું હતું દેશની સુરક્ષા એજન્સીઓ આતંકીઓની આર્થિક તાકાત તોડવાનો પ્રયાસ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.