Abtak Media Google News

પુલવામામાં હુમલા કાંડ બાદ ભારત સાથે વણસેલા સંબંધો સુધારવા પાક.નો પ્રયાસ

આગામી રવિવારથી ચાર તબકકામાં ૩૬૦ ભારતીય કેદીઓને મુકત કરાશે

ભારત-પાકિસ્તાન સંબંધોની તવારીખ જોવા જઇએ તો બન્ને નિકટતમ પાડોશીઓ વચ્ચે માટે ભાગે સંબંધોમાં કડવાશ જે રહેલી હોય છે જો કે સંબંધોની કરતા મોટાભાગે પાકિસ્તાનના બે જવાબદાર વર્તમો અને ભારત પરત્વે હંમેશા દુશ્મનનીનો ભાવ રાખનાર પાકિસ્તાનના કારણે જ સંબંધો વારંવાર વણસતા રહે છે. અલબત ગઇકાલે ભારત-પાક વચ્ચેના સંબંધોમાં દોસ્તાના માહોલ ઉભો થાય તેવા વલણમાં પાકિસ્તાને ભારતના ૩૦ ટકા જેટલા ભારતીય કેદીઓને છોડી મુકવાની જાહેરાત કરી છે.

પાકિસ્તાનની અલગ અલગ જેલોમાં બંધ ખાસ કરીને સૌરાષ્ટ્રને માછીમારો સહિતના ૩૬૦ કેદીઓ અને અલગ અલગ ચાર તબકકામાં મુકત કરવાની યોજનાની જાહેરાત કરી છે. પુલવવામાં હુમલા બાદ વણસેલા બન્ને દેશોના સંબંધોની કળવાશ દુરથાય તેવા પાકિસ્તાનના આ પ્રયાસો સામે આવ્યા છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવકતા મોહમ્મદ ફેસલે જણાવ્યું હતું કે ભારતીય કેદીઓને મુકત કરવાની પ્રક્રિયા ૮ એપ્રિલથી સૌ કેદીઓની મુકિતનો પ્રથમ ચરણ થી શરુ થશે ત્યાર પછી રર એપ્રિલે બીજા સૌ કેદીઓને મુકત કરવામાં આવશે. અને ર૯મી એપ્રિલે ત્રીજા  તબકકા સહીત ચાર તબકકામાં  ૬૦ કેદીઓને મુકત કરવામાં આવશે.

ઇસ્લામાં બાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રાલય પ્રવકતા મોહમ્મ્દ ફેસલે જણાવ્યું હતું કે ભારત સાથેના સંબંધો સુધારવા માટેના  આ પ્રયાસો વચ્ચે આશા છે કે ભારત પણ અમારો આ વ્યવહાર આવકારશે તેમણે જણાવ્યું હતું કે હાલમાં ભારતની જેલમાં ૩૪૭ પાકિસ્તાની કેદીઓ અને પાકિસ્તાનની જેલમાં ૫૩૭ ભારતીય કેદીઓને વિવિધ કારણસર રાખવામાં આવ્યા છે. પાકિસ્તાનને જે ૩૬૦ કેદીઓને મુકત કરી રહ્યું છે તેમાં ૩૫૫ માછીમારો અને પ નાગરીકોનો સમાવેશ હોવાનું જણાવાયું છે. માછીમારોને કરાંચીથી લાહોર લઇ જવાશ અને વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોપવામાં આવશે.

પાકિસ્તાનમાં માનવસેવાના કાર્યો સાથે સંકળાયેલા મુળ જુનાગઢના બાંટવાના એધી પરીવાર દ્વારા ચલાવવામાં આવતા એધી વેલ્ફેર ઓર્ગેનાઇઝેશન ના પ્રવકતા અનવર કાઝવીએ જણાવ્યું હતું કે રવિવારથી જ કેદીઓને સરહદ સુધી પહોચાડવાની વ્યવસ્થા શરુ કરવામાં આવશે સંસ્થા દ્વારા માછીમારોને કપડા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

રવિવારે અલ્લામાં ઇકબાલ એકસપ્રેસ મારફત કેદીઓને કરાંચીથી લાહોર લઇ જવામાં આવશે જેમાં પ્રથમ ચરણનાં સૌ કેદીઓનો સમાવેશ થશે. આ કેદીઓને વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને હાથો હાથ સોંપવામાં આવશે. આ કેદીઓમાં કેટલાક કેદીઓ મહીનાઓ અને કેટલાક કેદીઓ લાંબા સમયથી પાકિસ્તાન જેલમાં બંધ છે.

ભારત-પાકિસ્તાન બન્ને પક્ષે મોટા ભાગે માછીમારોને જ સરહદ ભંગ સબબ પકડી લેવામાં આવે છે બન્ને દેશો વચ્ચે દરિયાઇ સરહદનું કોઇ સ્પષ્ટ્ર આંકલન નથી. અરબી સમુદ્રના ઉત્તર ભાગમાં ખંડીય છાજલી વિસ્તારમાં વધુ માછલી મળતી હોવાથી બન્ને દેશના માછીમારો સાવચેતીની સુચના હોવા છતાં માછલીઓ પકડવા સીમા ભંગ કરી બેસે છે. માછીમારોની હોડીઓ આધુનિક સુવિધાઓ અને ટેકનોલોજીનો ઉપયોગથી સ્પષ્ટ લોકેશનની જાણકારીની વ્યવસ્થા કરવાની આવશ્યકતા છે. માછીમારોની મુકિત માટે લાંબી અને ધીરી કાર્યવાહી ના પગલે માછીમારોને કયારેક મહિનાઓ સુધી તો કયારેય વર્ષો સુધી વિના કારણે જેલમાં સબડવું પડે છે.

ભારતીય કેદીઓની મુકિત અંગે પાકિસ્તાને જાહેરાત કરીને પુલવામાં આત્મઘાતી હુમલામાં પાક સ્થિત જેસે મોહમ્મદની સંડોવણી સાથે ચોદમી ફેબ્રુઆરીએ કાશ્મીરના પુલવામાંમાઁ જે ૪૦ સૈનિકોને શહીદ કરી દેવામાં આવ્યા. તેના પગલે ભારત-પાકિસ્તાન વચ્ચે ઉભા થયેલા તનાવના માહોલને ઓછું કરવા પાકિસ્તાને સદભાવ પૂર્વક ભારતના ૩૬૦ કેદીઓને છોડી મુકવાની જાહેરાત અને તેના અમલ હાથ ઉપર લીધો છે.

પાકિસ્તાનની જેલમાં મોટેભાગે રાખવામાં આવેલા માછીમારોમાં મોટાભાગે સૌરાષ્ટ્રના માછીમારો અને તેમાં પણ ખાસ કરીને જુનાગઢના માંગરોળ અને ગીર સોમનાથ અને વેરાવળ આસપાસ વિસ્તારના અને ઉપરાંત પોરબંદરને દેવભૂમિ દ્વારકાના માછીમારોને કચ્છ નજીકના પાકિસ્તાની બોર્ડર વિસ્તારમાંથી ઉપાડી લેવામાં આવ્યા હતા.

વર્ષોથી બન્ને દેશોની સુરક્ષા એજન્સીઓ એકબીજાના માછીમારોને સરહદ ભંગ અંગે પકડે છે. તેમાં પાકિસ્તાન ભારતીય માછીમારોને વધુ પ્રમાણમાં ઉપાડી જાય છે. પાકિસ્તાન દ્વારા માછીમારોને મુકત કરવામાં આવે છે. પરંતુ તેમની કરોડો રૂપિયાની કિંમ્તની હોડીઓ વર્ષો સુધી છોડવામાં આવતી નથી. પુલવામાં હુમલા બાદ ભારત-પાક વચ્ચે વણસેલા સંબંધો સુધારવા પાકિસ્તાનના આ પગલાથી ૩૬૦ જેલ બંધ માછીમારી પરિવારોમાં ઉનાળે દિવાળીનો માહોલ ઉભો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.