Abtak Media Google News

ગુજરાત રાજય માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક બોર્ડ દ્વારા આજે જાહેર કરાયેલ માર્ચ-૨૦૧૮ ધોરણ-૧ર સામાન્ય પ્રવાહનું પપ.૫૫ ટકા પરિણામ જાહેર કરાયું છે. ત્યારે રાજકોટની ક્રીસ્ટલ સ્કુલનો રાજકોટ જીલ્લામૉ દબદબો જોવા મળ્યો છે. અને ઉત્કૃષ્ટ પરિણામ સાથે ક્રિસ્ટલ સ્કુલનો સમગ્ર રાજકોટ જીલ્લામાં ડંકો વાગ્યો છે.

ક્રિસ્ટલ સ્કુલે જ મને પાસાદાર કિંમતી હિરો બનાવ્યો: જયદીપ પટેલ

Patel Jaydeep Photoતાજેતરમાં જાહેર થયેલ ધો.૧ર કોમર્સ પરીણામમાં રાજકોટ-જામનગર રોડ પર આવેલી ક્રિસ્ટલ સ્કુલનો વિઘાર્થી પટેલ જયદીપ ૯૯.૯૫ પીઆર સાથે સમગ્ર બોર્ડમાં પ માં ક્રમાંકે ઉતીર્ણ થયો છે. પડધરીનાં મોવૈયા ગામમાં ખેતી તેમજ ઇલેકટ્રીકનું કામ કરતા પિતા તથા ઘરકામ કરતી માતાનો આ પુત્ર આવી ઝળઝળતી સફળતા સાથે ભવિષ્યમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ બનીને પોતાના પરીવારનું નામ રોશન કરવા માંગે છે.

દિકરાની આ અનેરી સિઘ્ધિ વિશે સાંભળીને તેના માતા-પિતાએ ભાવુક બનીને પોતાનું જીવન સાર્થક હોવાનો સંતોષ વ્યકત કર્યો હતો. પિતાએ કહ્યું હતું કે માત્ર અમારા ગામમાં જ નહીં, આજુબાજુનાં સમગ્ર વિસ્તારમાં અમારા દિકરાની આ ઝળહળતી સિઘ્ધી એક રેકોર્ડ સમાજ છે. જયદીપે આ સિઘ્ધિનો તેના માતા-પિતાના આશિર્વાદ ઉપરાં ક્રિસ્ટલ સ્કુલના શ્રેષ્ઠ શિક્ષકો ઉપરાંત  શ્રેષ્ઠ સંચાલનને આપ્યો હતો. સંચાલકશ્રી રણજીતસિંહ ડોડીયાએ તમામ શિક્ષકો તેમજ સમગ્ર સ્ટાફની પ્રત્યેક વિઘાર્થી પોતાના પરિવારનો જ એક સભ્ય હોય તેવી ભાવનાને તેણે ભાવનાને તેણે બિરદાવી હતી. જયદીપને કવિતા લખવાનો પણ શોખ છે.

ચાંદીકામમાં મજુરી કરતા પિતાની દિકરી મિતલ દવે ૯૯.૨૬ પીઆર

Dave Mittal Photoઅત્રે જાહેર થયેલ ધો.૧ર ના પરિણામમાં રાજકોટના ખંભાળા ગામમાં રહેલા દવે પરિવારનીદીકરી ૯૯.૨૬ પીઆર સાથે ધો.૧ર કોમર્સમાં ઉતીર્ણ થયા. પોતાની વહાલસોયી દિકરીની સફળતા માટે ક્રિસ્ટલ સ્કુલને જ શ્રેય આપતા પિતા લલીતભાઇએ જણાવ્યું હતું કે વિઘાર્થીઓની શ્રેષ્ઠ કારકીર્દીનું ઘડતર કરી રહેલી આ સ્કુલનાં વાલીઓ માટેનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ છે કે અહીં બાળકને અભ્યાસ માટે મુકયા પછી વાલીને કોઇપણ જાતની ચિંતા રહેતી નથી.

અહંથીના વિષય પ્રાપ્ત કરવાનું એક મિશન બની જાય છે. દીકરીને ઘરેથી સ્કુલે લેવા- મૂકવા માટે આવતી બસ સુવિધાથી લઇને સ્કુલનાં શિક્ષણ, સંચાલન તેમજ વાલી અને વિઘાર્થી સાથેના સહકારલક્ષી અભિગમને તેમણે બિરદાવ્યો હતો. આ શાળા વ્યાજબી ફીમાં શ્રેષ્ઠ શિક્ષણ આપતી હોવાનો મત તેમજ આત્મસંતોષ તેમણે વ્યકત કર્યો હતો. પોતાની ભાવિ કારકિર્દી

વિશે જણાવતાં મિતલએ પરિવાર પર આર્થિક રીતે બોજારુપ ન બને, તે રીતે પોતે કારકીર્દીનો શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરશેુ. તેવું કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.