Abtak Media Google News

વારસાઈ નોંધ પાડવા માટે લાંચ માંગી’તી: મોબાઈલ રેકોર્ડીંગના આધારે એ.સી.બી.એ કાર્યવાહી કરી

જામનગર સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની કચેરીના વર્ગ-૩ના શિરસીદાર વકીલ સાથે મોબાઈલ ફોન પર બાકી રકમ રૂ.૮૦૦ની માંગ કરેલી કોલ રેકોર્ડીંગમાં એફએસએલ દ્વારા સમર્થન આપતા જામનગર લાંચ ‚શ્વત શાખા દ્વારા કર્મચારી કાંન્તીલાલ ભીમાણી સામે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં જામનગરના દેવજ્ઞ શ્યામલભાઈ ભટ્ટ તથા તેના કુટુંબના સાત વ્યક્તિઓની સિટી સર્વે કચેરી-૧માં વારસાઈ નોંધ કરવા અંગેની અરજી આપેલી. સિટી સર્વે કચેરીના શીસ્તેદાર કાન્તીલાલ ભીમાણીનાઓ રૂ.૧૦૦૦/ની લાંચની માંગણી કરતા જે તે વખતે રૂ.૨૦૦/- આપી દીધેલ બાકીના રૂ.૮૦૦/- ઓર્ડર થયા બાદ આપવાનો વાયદો કરેલ હતો.

લાંચના છટકાનું સિટી સર્વે કચેરી ખાતે આયોજન કરતાં કાન્તીલાલ રજા પર હોય જેથી અરજદારે ફોન કરતાં જણાવેલ કે હું રજા પર છું.

જામનગર એ.સી.બી.ના સ્ટાફે તપાસના અંતે ગઈ તા.૧/૧/૨૦૧૮ના રોજ અરજદારે પોતાના જુનિયર વકીલને કચેરીએ મોકલતા જુનિયર વકીલના મોબાઈલમાં ફરિયાદી તથા કાન્તીલાલ ભીમાણીને વાત કરાવેલી તે વખતે ફોન ઉપર અગાઉની માંગણી મુજબ રૂ.૮૦૦/-ની લાંચની માંગણી કરેલી જે વાતચીતનો મોબાઈલમાં કોલ રેકોર્ડરમાં રેકોર્ડીંગ કરવામાં આવેલો હતું જે અંગે ફરિયાદીના વોઈસ સ્પેકટ્રોગ્રાફીક ટેસ્ટ (સ્પીકર આઈડેન્ટીફીકેશન) એફએસએલ રાજકોટ ખાતે કરાવેલા જેમાં કાન્તીલાલે લાંચની માંગણી કરેલી હોવાનું એફએસએલ દ્વારા સમર્થન આપવામાં આવેલું છે.

જેથી આરોપી કાન્તીલાલ નરશીભાઈ ભીમાણી શીરસ્તેદાર, વર્ગ-૩ વિરુધ્ધ એસીબી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને ૧૯૮૮ (સુધારો ૨૦૧૮)ની કલમ ૭ તથા ૧૩ (૨) મુજબ ગુનો નોંધવામાં આવેલો છે.

આ ગુનાની તપાસ એ.પી.જાડેજા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટના સુપરવિઝશ્ર નીચે સી.જે.સુરેજા, પો.ઈ., રાજકોટ શહેર એ.સી.બી. પો.સ્ટે., રાજકોટનાઓ કરી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.