Abtak Media Google News

પૌત્રને મળવાની ઈચ્છા અધુરી રહી: સંતોકસિંઘ પૌત્રને મળવા ૧૭ વર્ષથી તરસતા હતા

વસ્ત્રાપુરમાં રહેતા ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહને મળવા માટે દાદા સંતોકસિંઘ છેક ઉતરાખંડથી અમદાવાદ આવ્યા હતા તેઓ પૌત્રને મળવા માટે છેલ્લા ૧૭ વર્ષથી તરસતા હતા પણ જસપ્રિતની માતાએ દાદાને પૌત્રનું મિલન થવા દીધું નહી આથી હારી થાકીને સંતોકસિંઘે નદીમાં પડતુ મૂકીને જીંદગીનો અંત આણ્યો હતો.

આજે રવિવારે સવારે સાબરમતી નદીમાંથી તેમની લાશ મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે જસપ્રીત બુમરાહ હાલ હિમાચલની ધર્મશાલા ખાતે શ્રીલંકા સામે મેચ રમી રહ્યો છે. સંતોકસિંઘ ઉતરાખંડથી પોતાના પૌત્રને ૪ દિવસ પહેલા વસ્ત્રાપુરમાં ગોયલ ઈન્ટરસીટી સ્થિત ઘરે મળવા માટે આવ્યા હતા. પરંતુ કોઈક કારણસર જશપ્રિતની માતાએ દાદાને પૌત્રને મળવા માટે ઈનકાર કરી દીધો હતો. એટલું જ નહી પૌત્રનો મોબાઈલ નંબર પણ આપવાની ના પાડી દીધી હતી.

સંતોકસિંઘની પુત્રીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે પિતા ગૂમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ સાબરમતી નદીમાંથી ગાંધી બ્રિજથી દધિચી બ્રિજ નીચેથી તેમની લાશ મળી આવી હતી. આ ઘટના અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.