Abtak Media Google News

ધોળીધજા ડેમમાં પાણી હોવા છતાં નગરપાલિકા વિતરણ વ્યવસ્થા ન કરી શકતા લોકોમાં રઝળપાટ

ધોળીધજા ડેમમાંથી વઢવાણ-સુરેન્દ્રનગર ૩૫;૬૫ના રેશીયા મુજબ પાણી આપવામાં આવે છે.ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર ખેરાળી ચોકડી પાસે પાઈપલાઈનમાં બુધવારે ભંગાણ સજર્યું છે. સમગ્ર સૌરાષ્ટ્રને પાણી પૂ‚ પાડતો ધોળીધજા ડેમ છલોછલ ભરાયો છે. પરંતુ સુરેન્દ્રનગર-વઢવાણને કૂવા કાંઠે તરસ્યાનો ઘાટ સજાયો છે.

ધોળીધજા ડેમમાંથી વઢવાણ સુરેન્દ્રનગર ૩૫:૬૫ના રેશીયા મુજબ પાણી આપવામાં આવે છે.ઉનાળાનાં પ્રારંભે જ સપ્તાહમા બે વાર પાણી મળે તેવો ઘાટ સર્જાયો છે. આ રેશીયા મુજબ વઢવાણને લાંબા સમયથી પાણી આપવામાં અન્યાય કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર ખેરાળી ચોકડી પાસે પાઈપલાઈનમાં ભંગાણ સજર્યંુ છે. આથી વઢવાણ શહેરમાં પાણી વિતરણ બંધ થતા દોઢ લાખ શહેરીજનો તરસ્યા રહેવાનો ઘાટ સર્જાયો છે.

બીજી તરફ વઢવાણ નગરપાલીકાના વોટર વર્કસ વિભાગના કર્મચારીઓએ રાત દિવસ ઉજાગરા કરીને પાઈપલાઈન રીપેરીંગ કામ હાથ ધર્યું છે. આ અંગે સતીષભાઈ ગમારા, દિલીપભાઈ વિગેરે જણાવ્યું કે, વઢવાણ નગરપાલીકા દ્વારા આયોજન વગર વારંવાર રીપેરીંગ હાથ ધરાતા લોકોને પાણીની સમસ્યા ઉભી થઈ છે. ધોળીધજા ડેમમાં પાણી હોવા છતા નગરપાલીકા વિતરણ વ્યવસ્થા ન કરી શકતા લોકોને પાણી માટે રઝળપાટ કરવો પડે છે. આથી પાલીકાના શાસકોએ આયોજન કરી લોકોને દરરોજ પાણી મળે તેવી વિતરણ વ્યવસ્થા ગોઠવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.