Abtak Media Google News

ભારત બાયોટેકની રસી કોવેકિસનની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠતા કંપનીનાં સીઈઓ કિષ્ના એલ્લાએ જણાવ્યું કે, અમારી રસી કોઈ પાણી નથી કે જેની આ પ્રકારે ટીકા થઈ રહી છે. રસી પર પ્રશ્નો મતલબ વૈજ્ઞાનિકોની કામગીરી પર પ્રશ્નો કોવેકિસનએ બેકઅપ વેસિન કે ‘સ્પેર વ્હીલ’ વાળી રસી નથી. લોકોએ આ પ્રકારનાં સ્ટેટમેન્ટ્સ આપતા પહેલા વિચારવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સીરમ ઈન્સ્ટીટયુટના સીઈઓ અદર પુનાવાલાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, માત્ર ત્રણ રસી ફાઈઝર, મોડર્ના અને કોવિશિલ્ડ જ સુરક્ષીત છે. બાકીની રસી પાણીની જેમ સલામત છે. અદર પુનાવાલાના નિવેદનનો નામ લીધા વગરા વળતો પ્રહાર કિષ્ના એલને કર્યો હતો અને કહ્યું કે કોવેકિસન પાણી નથી. જયારે એઈમ્સના ચીફ ડોકટર રણદીપ ગુલેરિયાએ પણ કોવેકિસન રસીનું નામ લીધા વગર ટીકા કરતા કહ્યુંં હતુ કે, એસ્ટ્રાજેનેકા, ફાઈઝર અને મોડર્ના સિવાયની રસી બેકઅપ છે. જેને વખોડી કાઢી કિષ્ના એલ્લાએ ગઈકાલે કહ્યું હતુ કે, અમારી રસી બેકઅપ વેસિન પણ નથી ૨૦૦ ટકા સુરક્ષીત છે. અને અમે ૨ થી ૧૫ વર્ષનાં બાળકોને પણ કોવેકિસનના ડોઝ આપી શકાય તે માટે પરીક્ષણ કરી રહ્યા છીએ જેનો અહેવાલ ટુંક સમયમાં એકસપર્ટ કમીટી સમક્ષ પ્રસ્તુત કરાશે.

કૃષ્ણા એલ્લાએ એવા આરોપોને પણ ફગાવ્યા છે જેમાં કહેવાયું હતું કે ભારત બાયોટેક પાસે કોવેક્સિન અંગેના આંકડા પૂરતા નથી. તેમણે કહ્યું કે પહેલાથી જ પુરતા આંકડાઓ સાર્વજનિક કરવામાં આવ્યા છે. વર્તમાન સમયે 24000 સ્વયં સેવકો ઉપર કોવેક્સિનનું એંતિમ તબક્કાનું ટ્રાયલ થઇ રહ્યું છે. આરોપો લગાવતા પહેલા લોકેએ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ આંકડા અને લેખો વાંચવા જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.