Abtak Media Google News

મોરબી શહેરના શનાળા રોડ પર વિવિધ સ્થળેથી ભૂગર્ભ ગટરના ઢાંકણા ચોરી કરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હોય જે મામલે એ ડીવીઝન પોલીસે તપાસ ચલાવતા ચોરી કરનાર મહિલા સહીત બે ઇસમોને વાહન સાથે ઝડપી લેવાયા છે
મોરબી નગરપાલિકાની ભૂગર્ભ ગટરના ઢાંકણા ચોરીના બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી કેમેરા મારફત તપાસ ચલાવતા જીજે ૧૩ એડબલ્યુ ૨૧૩૨ નંબરના કેરિયર વાહનનો ઉપયોગ ચોરીમાં કરાયો હોય જે વાહન ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામના બી બી ઝાલાના નામે હોય અને પૂછપરછ કરતા વાહન સાતેક માસ અગાઉ પીન્ટુ કમાભાઈ દેવીપુજક રહે હાલ મોરબી સેવાસદન પાસે ઝૂપડપટ્ટી વાળાને વેચી નાખ્યાનું જણાવ્યું હતું.

જેથી એ ડીવીઝન ટીમે પીન્ટુ કમાભાઈ દેવીપુજક અને તેની પત્ની ગીતાબેન દેવીપુજકની સઘન પૂછપરછ કરતા મોરબીમાં છ સ્થળેથી ઢાંકણા ચોરી કર્યાની કબુલાત આપેલ અને ચોરીનો માલ ભંગારના ડેલાવાળા મુસા અલી કુરેશીને વેચ્યાની કબુલાત આપી હતી.

જેથી પોલીસે આરોપી પીન્ટુ કમાભાઈ દેવીપુજક અને ગીતાબેન પીન્ટુ દેવીપુજક રહે બંને મોરબી-૨ સેવાસદન પાસે ઝૂપડપટ્ટી વાળાને ઝડપી લીધા છે અને અન્ય આરોપીની તપાસ ચલાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.