રાજકોટ જિલ્લાની આઠ બેઠકો માટે ૧૧૪ ટેબલ પર ૧૫૪ રાઉન્ડમાં મતગણતરી

દરેક બેઠકનું ઓબ્ઝર્વર અને ટેબલનું માઈક્રો ઓબ્ઝર્વર કરશે મોનીટરીંગ

ગત તા.૯ના રોજ રાજકોટની ૮ બેઠક પર થયું હતું. ઉમેદવારોના ભાવી ઈવીએમ મશીનોમાં સીલ થયા હતા. હવે આગામી સોમવારના રોજ કણકોટ સરકારી એન્જીનીયરીંગ કોલેજ ખાતે આઠેય બેઠકોની મતગણતરી હાથ ધરાશે. કુલ ૧૧૪ ટેબલ પર ૧૫૪ રાઉન્ડમાં મતગણતરીની પ્રક્રિયા કરવામાં આવશે.

રાજકોટ શહેરની ૪ અને જિલ્લાની ૮ વિધાનસભા બેઠકમાં ૨૧૫૮ મતદાન મથકો ઉપર ૬૮.૭૦ ટકા મતદાન થયું હતું. જેની ગણતરી સોમવારના રોજ કણકોટ ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે સવારે આઠ કલાકથી આરંભવામાં આવશે. મતગણતરી માટે ૧૪ ટેબલના રાઉન્ડ ગોઠવવામાં આવ્યા છે. તેની ઉપર મોનીટરીંગ માટે ૧૧૪ માઈક્રો ઓબ્ઝર્વરોની નિયુકિત કરવામાં આવી છે જે સીધા મુખ્ય ઓબ્ઝર્વરોની દેખરેખ હેઠળ કાર્ય કરશે. મતગણતરીનું બટન દબાવતા પૂર્વે મશીન ઉમેદવારોના એજન્ટને બતાવવામાં આવશે. તેના જે મત ડિસ્પ્લે થાય તેની પણ એજન્ટોને નોંધ કરવામાં આવશે. મતદાન મથકમાં નિરીક્ષકોની સતત હાજરી રહેશે. દરેક મશીનના સીલને તેમના મોનીટરીંગ હેઠળ જ ખોલવામાં આવશે.

ચૂંટણીપંચે સંવેદનશીલ મતદાન મથકો પૈકીના ૧૮૦ મથકોનું લાઈવ વેબકાસ્ટીંગ કરાવ્યું હતું. ત્યારબાદ મતગણતરી પ્રક્રિયામાં પણ દરેક મથક ઉપરથી વેબકાસ્ટીંગ કરવાનો આદેશ આપ્યો છે. ઈલેકશન કમિશન દિલ્હીથી દરેક સેન્ટરની મતગણતરીની પ્રક્રિયા નિહાળશે.

Loading...