Abtak Media Google News

દેશદાઝ અને ધર્માંધતા વચ્ચે જબરી ટકકર સર્જાવાનો સંભવ: હરિમંદિરો અને મસ્જીદોમાં રાજકારણીઓની નાટકીય આવજાવ વધી જવાની શકયતા !

રાજકારણીઓ માટે શ્રી રામજન્મભૂમિ મંદિરનાં નિર્માણનો મુદ્દો અધીક હાથવગો બની રહેશે એ દીવા જેવું સ્પષ્ટ દેખાય છે. રાજનેતાઓ અને ધર્માચાર્યો-ધર્મગુ‚ઓ વચ્ચે અત્યારે જે સાંઠગાંઠ પ્રવર્તે છે તેમાં વધારો થશે એમ કહી શકાય તેમ છે. રામમંદિર અંગેના ચૂકાદાને લગભગ બધા જ રાજકીય પક્ષોએ આવકાર્યો છે. એ સૂચક છે.

આપણો દેશ, આપણી માતૃભૂમિ નંદનવન સમા છે.

જનનીની જોડ સખી નહિ જડે રે લોલ

જગથી જૂદેરી એની જાત રે,

જનનીની જોડ સખી નહિ જડે રે લોલ…

આપણી નંદનવન સરખી માતૃભૂમિએ આ વાતની વખતોવખત પ્રતીતિ કરાવી છે.

આ ભૂમિ પર શ્રી રામ જનમ્યા, શ્રી કૃષ્ણ જનમ્યા, અજન્મા શિવશંકર બિરાજયા, બ્રહ્મા અને વિષ્ણુ પણ આ ભૂમિના પરમેશ્વર… બુધ્ધની ભૂમિ પણ અહીંની ભૂમિ, મહાવીર સ્વામિ પણ આ ભૂમિના, આદ્યશકિતની ભૂમિ તે અહીંની જ ભૂમિ, દેવદેવીઓ પર આ જ ભૂમિ…

અહીં ઋષિમૂનિઓનાં તપ અને અહીં એમનાં તપોવન.

અહી એમનાં ચિંતન-મનન, અહીં એમના તત્વજ્ઞાન અહી એમનાં દિવ્યજીવન અને વિચરણ, અહીં એમના મોક્ષદાતા ઉપદેશ…. અહીં આત્મોન્નતિનાં મંત્રો અને એમનાં જન્મોધ્ધારક ઉર્ધ્વગમનનાં આદર્શો અને સનાતન -શાશ્ર્વત તત્વસત્વો…

રામાયણ, મહાભારત અને ભગવદ્ગીતા આ ભૂમિના,

ગંગા, જમુના, સરસ્વતી રહીંનાં, ગંગોત્રી-જમુનોત્રી અહીંના વેદવ્યાસ, કબીર, તુલસીદાસ, મીરા, નરસિંહ મહેતા આ ભૂમિના ગુ‚નાનક આ ભૂમિના.

સેંકડો દેવદેવીઓ, જટાજોગી, સાધુ-સન્યાસીઓ, સંત-મહંતો, જોગમાયાઓ અને લક્ષ્મી, સરસ્વતી, મહાકાલી, સીતા, પાર્વતી, જગદંબા દુર્ગા, ભવાની, બહુચર, ભુવનેશ્ર્વરી, ખોડિયાર, ઉમિયા, રાધા જેવા દેવદેવીઓ સતીઓની ભૂમિ પણ આ જ ભૂમિ !

આપણા સહુની માતૃભૂમિ અજોડ છે, જેની જોડ આખી દૂનિયામાં જડે તેમ નથી !

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરનાં નિર્માણ અંગે સુપ્રીમ કોર્ટે આપેલો ચૂકાદો પણ ઘરે અંશે અજોડ અને અનેરો છે. આજના સ્થિતિ સંજોગોમાં આ ચૂકાદો આપણા દેશમાં અકલ્પનીય અસરો જન્માવી શકે તેવો અસાધારણ બની રહેશે એ નિ:સંદેહ છે.

આપણા દેશને સ્વતંત્રતા સાંપડયા બાદ એને ‘રામરાજય’માં પરિવર્તિત કરી દેવાનાં વચનો એકથી વધુ વખત આ દેશની પ્રજાને અપાઈ ચૂકયા છે. જેનું લેશ માત્ર પાલન થયું નથી…

Whatsapp Image 2019 11 11 At 11.59.49 Am

રામરાજયનો અંશ સુધ્ધાં આ દેશના પ્રજાજનો પામ્યા નથી. બાબરી મસ્જીદ સ્થાને રામમંદિર સ્થાપવા અંગેની લડાઈનાં મૂળમાં સાંપ્રદાયિકતા અને રાજકારણ જ હતાં એ હવે કોઈથી અજાણ્યું રહ્યું નથી.

લગભગ એક સદી કરતા પણ વધુ સમયથી ચાલી રહેલા અયોધ્યા રામમંદિર મુદાના વિવાદનો અંત આણતા સુપ્રીમ કોર્ટે ઐતિહાસીક ચૂકાદો આપ્યો હતો અને રામમંદિરના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો. આ ચૂકાદાને પગલે અયોધ્યામાં રામમંદિર બંધાશે.

કોર્ટના ચૂકાદાની વિગતો જાહેર થઈ ચૂકી છે. એનો સારાંશ એવો ખ્યાલ પણ ઉપસાવે છે કે, જેની જોડ ન જડે એવી જનની સમી આપણી માતૃભૂમિ શ્રી રામ મંદિરના મામલે ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને આરએસએસના પાયાના પથ્થરો સમા અડવાણી, ઉમા ભારતી, સિંઘલ, મુરલી મનોહર જેવા સીનિયર નેતાઓને કરાયેલા અન્યાય અંગે ફિટકાર તથા ધૃણા નહિ તો ઉંડી વેદના જ‚ર અનુભવશે અને અન્યાયકર્તા્રઓની રાજકીય પોકળતા બેનકામ બન્યા વિના નહિ રહે !

ભાજપનાં આંતરિક ભેદભરમ પણ અવશ્ય સળવળશે અને અન્યાયકર્તાઓ માટે નીચાજોણું થશે અને અન્યાય સહન કરી લેનાર નેતાઓનું રાજકીય વજન વધી જશે. આર.એસ.એસ.નું વડીલપણું સ્વયં લજવાયા વિના નહિ રહે!

શ્રી મોહન ભાગવતના નેતૃત્વની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠે તો પણ નવાઈ નહિ.

શ્રી હેડગેવાર, ગુરૂ ગોલવાલકર, દેવરસજી, રાજુ ભૈયા, સુદર્શનજી વગેરેની તેજસ્વિતા પાસે શ્રી ભાગવતની તેજસ્વિતા ઉણી ઉતરવાનો ઘાટ ઘડાય તો નવાઈ નહિ. ભાજપના વર્તમાન નેતાઓ રામમંદિર અંગેના ચૂકાદા વિષેના પ્રત્યાઘાતમાં શ્રી અડવાણી સહિતના પાયાના પથ્થરોને ઉચિત યશ ન આપી શકયા, એ વિષે પણ સવાલો ઉઠે તો નવાઈ નહિ.

હવે રામમંદિરનાં નિર્માણને તબકકે કેવો ઘાટ ઘડાશે તે જોવાનું રહેશે.

મસ્જીદ સંબંધી પ્રતિવાદી સંસ્થાઓ તેમને મળેલી જમીનનો ઉપયોગ કરતી વખતે કેવી માનસિકતા અપનાવશે તે પણ મહત્વનું બનશે.

રામમંદિર નિર્માણને ભવ્યાતિભવ્ય બનાવવા સત્તાધીશો રાજકીય લાભાલાભનું કેવું અને કેટલું વલણ અપનાવશે તેના ઉપર પણ દેશના હવે પછીના રાજકીય બનાવો અવલંબશે !

શ્રી રામ જન્મભૂમિ મંદિરનાં નિર્માણ દરમ્યાન શ્રી રામ ભગવાનના આદર્શો અને સિધ્ધાંતો અને તેમની રાજ પધ્ધતિનું પાલન થાય અને આ મંદિર દેશ અને દુનિયાનું અદ્વિતિય તિર્થધામ બને એવી અપેક્ષા આખો દેશ રાખે, એ સ્વાભાવિક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.