Abtak Media Google News

બે લાખ કિલો રાયડાનું યાર્ડ મારફત વેચાણ થયું

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કપાસની ખેતી કરતાં ખેડૂતોનો કપાસ સીસીઆઇ મારફત ખુબ જ ઝડપથી ખરીદવામાં આવશે આ માટે મુખ્યમંત્રીએ કેન્દ્રને ભારપૂર્વક રજુઆત કરી છે તેમ આજરોજ અગ્રસચિવ અશ્ર્વિનીકુમારે જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય નાણામંત્રીએ એમ.એસ.એમ.ઇ..માટે સારુ તેમજ જાહેર કર્યુ છે. ગુજરાતને એમ.એસ.એમ.ઇ. નો ગઢ માનવામાં આવે છે. અને લાખો યુનિટ ગુજરાતમાં કામ કરે છે ગુજરાત એમ.એસ.એમ.ઇ. નું હબ હોય ત્યારે આના માઘ્યમથી લાખો લોકોને રોજગારી મળશુે. વધુમાં જણાવ્યું હતું કે ખેડુતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.

ખેડૂતોનો માલ સીસીઆઇ ઝડપથી ખરીદશે જેથી ખેડુતોને પોષણક્ષમ ભાવ પણ મળી રહેશે. આ ઉપરાંત અત્યાર સુધીમાં બે લાખ કિવન્ટલ રાયડાનું વેચાણ માકેટીંગ યાર્ડમાં થયું છે.

ઘંઉ, તુવેર, ચણા, રાયડો વગેરે જેવી ૪૦ લાખ કિવન્ટલ જણસીની આવક થવા પામી છે.

હાલ શ્રમિકોને તેમના વતન મોકલાઇ રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં રાજયમાંથી ૩૦ર ટ્રેનો રવાના કરાઇ છે આ ટ્રેનો મારફત આશરે ૩,૯૫,૦૦૦ જેટલો શ્રમિકો વતન પહોચ્યા છે.

રાજયમાંથી બિહાર જવા ૩૪, ઓરીસ્સા જવા ૩૦, યુપી જવા ર૦૪, મઘ્યપ્રદેશ જવા ર૦ ટ્રેન રવાના થઇ છે. તેમજ આજે વધુ ૪૭ ટ્રેનો રવાના થશે જેમાં સુરતમાંથી ૧પ, રાજકોટમાંથી ટ્રેન જશે.

રાજયમાંથી ઝારખંડ જવા ૮ ટ્રેન, બિહાર ૪, મઘ્યપ્રદેશ ૧ં, ઉતરાખડ જવા ૧ ટ્રેન દોડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.