Abtak Media Google News

રાજય સરકારની સુચના અન્વયે ૪૧ હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ: ફુડને લગતી ફરિયાદ ગ્રાહકો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ ઉપર કરી શકશે

રાજયભરમાં આવેલા હોટલ, રેસ્ટોરન્ટનાં કિચનની બહાર લટકતા નોન એડમિશન વિધાઉટ પરમિશન અથવા એડમિશન ઓન્લી વીથ પરમિશન જેવા બોર્ડ તાત્કાલિક હટાવી દેવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશને પગલે આજે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા સંલગન ફુડ વિભાગની ટીમ દ્વારા ૪૧ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હોટલની કિચન પર લટકતા નો એન્ટ્રીનાં બોર્ડ દુર કવામાં આવ્યા હતા. ફુડ સેફટી અંગે ગ્રાહકોને કોઈપણ અસંતોષ હોય તો તે ફુડ સેફટી ડિપાર્ટમેન્ટનાં ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ ઉપર ફરિયાદ કરી શકશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ માહિતી મુજબ રાજય સરકારનાં આદેશ મુજબ મ્યુનિસિપલ કમિશનરની સુચના અન્વયે આજે આરોગ્ય શાખા સંલગ્ન ફુડ શાખા દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં હોટલ અને રેસ્ટોરન્ટનાં કિચનનાં દરવાજા પર લાગેલા નો એન્ટ્રીનાં ડિસ્પ્લે બોર્ડ દુર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથોસાથ કિચનમાં સ્વચ્છતા જોઈ શકાય તેવી વ્યવસ્થા છે કે કેમ ? તે અંગે પણ ચેકિંગ હાથ ધરાયું હતું. એરપોર્ટ રોડ પર પેટ્રીયા સ્યુટસ, નીલ દા ધાબા, આકાશવાણી ચોક પર સેલીબ્રેશન, રર પેરેલલ, જયોતિનગર મેઈન રોડ પર આવેલ રસીયા રેસ્ટોરન્ટ, પટેલ ડાઈનીંગ હોલ, આજીડેમ પાસે આવેલ આજી ધ વ્યુ રેસ્ટોરન્ટ, મુરલીધર રેસ્ટોરન્ટ, રૈયા રોડ પર આવેલ સોના બાઈટ રેસ્ટોરન્ટ, નિર્મલા રોડ પર આવેલ અંજલી રેસ્ટોરન્ટ, મસાલા ડાયરીઝ, જસ્સી દે પરાઠે, નાનામૌવા રોડ પર આવેલ પેપેરાઝી ધ ડાયનર, કોટેચા ચોકમાં આવેલ હોટલ કે કે બીકન, યાજ્ઞિક રોડ પર આવેલ ટોમેટો રેસ્ટોરન્ટ, હોટલ ઈમ્પીરીયલ પેલેસ, બીઝ ધ હોટલ, રેસકોર્સ રીંગ રોડ પર આવેલ સોનાલી પાઉભાજી, શિવ આઈ એન્ડ ફાસ્ટફુડ, બીગ બાઈટ ફુડ કોર્ટ, કસ્તુરબા રોડ પર આવેલ લોર્ડઝ બેકવેટ, ધ ટેમ્ટેશન, સરગમ ફુડઝ, જવાહર રોડ પર આવેલ ધ ગ્રાન્ડ ઠાકર, હોટલ પ્લેટીનમ, પારેવડી ચોકમાં આવેલ ફર્ન રેસીડેન્સી, બીગબજાર પાછળ આવેલ શ્રી સુર્યકાંત રેસ્ટોરન્ટ, કાલાવડ રોડ પર આવેલ કોફી હેલ્પર, પીઝા હટ, અપ ટાઉન કાફે, મેકડોનાલ્ડસ, વુડી ઝોન્સ પીઝા, વેરોના ઈટાલીકા, આર.પી.જે.હોટલ, ઓનેસ્ટ રેસ્ટોરન્ટ, નેપલ પીઝા, પ્રેમવતી રેસ્ટોરન્ટ, સંકલ્પ રેસ્ટોરન્ટ, રીયલ પેપરીકા, રેડ પેપર રેસ્ટોરન્ટ અને ડોમીનોઝ પીઝામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નો એન્ટ્રીનાં બોર્ડ હટાવી દેવામાં આવ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.