Abtak Media Google News

પરત આવેલી છ મહિના જુની મીઠાઈમાં કેમિકલ ભેળવી ફરી ઉપયોગ કરાતો હોવાનો ઘટસ્ફોટ

મહાપાલિકાની આરોગ્ય શાખાના ફુડ વિભાગ દ્વારા સંતકબીર રોડ પર આવેલી ખોડિયાર ડેરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. ડેરીમાં રહેલા ૭ લાખની કિંમતના અખાદ્ય ૪૬૮૦ કિલો મીઠાઈના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ચેકિંગ દરમિયાન માલુમ પડયું હતું કે, ડેરીમાં પરત આવેલી છ મહિના જુની મીઠાઈમાં કેમિકલ ભેળવી ફરી વેચાણ કરવામાં આવતું હતું.

મહાપાલિકાની આરોગ્ય શાખાના ફુડ વિભાગ દ્વારા જન આરોગ્યના હિતાર્થે તથા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના નિયમો હેઠળ ઉનાળાની ઋતુમાં રોગચાળાની અટકાયતી પગલા માટે સઘન ફુડ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ સંતકબીર રોડ પર છેલ્લા બે વર્ષથી ચાલતી ખોડિયાર ડેરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. મહેશભાઈ લીંબાસીયાની માલિકીની આ પેઢીમાં મીઠાઈનું ઉત્પાદન તથા કોલ્ડ સ્ટોરેજમાં મીઠાઈનો સંગ્રહ કરવામાં આવે છે.

Gujarat News | Rajkot
gujarat news | rajkot

કોર્પોરેશનની ટીમે દરોડા પાડતા માલુમ પડયું હતું કે, ઉત્પાદન કેન્દ્રનું સ્થળ બિનઆરોગ્યપ્રદ હતું, કાજુ-કતરી ભંગાર ટેબલ પર વેસ્ટ ‚મમાં આવી હતી, મીઠો માવો બનાવી ઉપર ચાદર ઢાકવામાં આવી હતી. ઉપયોગમાં લેવાતા વાસણો ગંદી હાલતમાં હતા. મલાઈના સંગ્રહ કરેલા જથ્થામાં ફુગ લાગી ગઈ હતી. ઉત્પાદન કેન્દ્રમાં ઉંદર તથા અન્ય જીવાત મળી આવી હતી. કોર્પોરેશનની ટીમે ૧૬૦૦ કિલો મીઠા માવાના લાટા જે છ માસથી વધારે જુના હતા અને ફુગ જામી હતી તેને નાશ કર્યો હતો. ઉપરાંત ૪ માસ જુનો ૧૬૦ કિલો દુધીનો હલવો, ૧૨૦૦ કિલો હલકી ગુણવતાવાળો તેમજ કેમીકલ કલરયુકત શ્રીખંડ, ૫૦૦ કિલો પ્રસંગમાંથી પરત આવેલી મીઠાઈ, ૨૦૦ કિલો ફુગ થઈ ગયેલો વાસી માવો, ૧૨૦ કિલો બિનઆરોગ્યપ્રદ કાજુ-કતરી તેમજ અનહાઈજેનીક રીતે સંગ્રહ કરેલી ૯૦૦ કિલો ફુગવાળી મીઠાઈ મળીને કુલ ૪૬૮૦ કિલો બિનઆરોગ્યપ્રદ બગડી ગયેલી મીઠાઈના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા આ જથ્થાની કિંમત અંદાજીત ૭ લાખ ‚પિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાસી શ્રીખંડ અને માવા જેવી ખાદ્ય સામગ્રી આરોગવાથી ઝાડા-ઉલ્ટી, ફુડ પોઈઝીનીંગ, કોલેરા, મરડો તથા ટાઈફોઈડ જેવી બિમારીઓ થઈ શકે છે. આ કામગીરીમાં આરોગ્ય શાખાના અધિકારી ડો.પંકજ રાઠોડ, ડેઝીગ્નેટેડ ઓફિસર અમિત પંચાલના માર્ગદર્શન હેઠળ ફુડ સેફટી ઓફિસરો કેતનભાઈ રાઠોડ, કૌશિકભાઈ સરવૈયા, રાજુભાઈ પરમાર જોડાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.