Abtak Media Google News

કોઠારીયા વિસ્તાર કોરોના એપિ સેન્ટર તરફ : સંતકબીર રોડ પર પણ કોરોના પોઝિટિવ

કોરોના કોવિડ -૧૯ મહામારી દિવસે ને દિવસે વધતી જતી હોય તેમ શહેરમાં આજ રોજ વધુ ૬ કોરોના સંક્રમણમાં સપડાતા વાયરસે શહેરમાં ત્રેવડી સદી નોંધાવી છે. સિટીમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૩૦૦ એ પહોંચ્યો છે. આજ રોજ આવેલા કોરોનાના કેસમાં એપિસેન્ટર તરીકે ઉભરાતા કોઠારીયા વિસ્તારમાં વાયરસનો ચેપ વધી રહ્યો છે. જ્યારે સંતકબીર રોડ પર પણ આજ કોરોના કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગઈ કાલે વધુ ૧૪ પોઝિટિવ કેસ નોંધાયા હતા.

અનલોક ૨.૦ની શરૂયાતથી જ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસનો ફેલાવો બેકાબુ બન્યો છે. ગઈ કાલે રાત્રે ચાર કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજ સવારે વધુ ૬ પોઝિટિવ કેસ નોંધાતા શહેરી વિસ્તારોમાં કુલ કેસની સંખ્યા ૩૦૦ પર પહોચી છે. ગઈ કાલે રાજકોટ શહેરમાં રાત સુધી બેડીપરામાં મહાત્મા ગાંધી પ્લોટમાં દિનેશભાઇ લક્ષમણભાઈ રાઠોડ(ઉ.વ.૫૧), યુનિવર્સિટી રોડ પર રવિ રત્ન પાર્કમાં રહેતા દિપકભાઇ માવજીભાઈ બેચરા(ઉ.વ.૪૨), મવડી પ્લોટ પતંજલિ પ્લોટ પાસે શોભના સોસાયટીમાં રહેતા વલ્લભભાઈ દેવશીભાઈ રૂપારેલીયા(ઉ.વ.૫૩) અને નાના મૌવા મેઈન રોડ રોયલ સેલ્ટર એપાર્ટમેન્ટમાં રહેતા જયેશભાઇ નાથાભાઈ કાલરીયા(ઉ.વ.૪૫) કોરોના ચેપ લાગતા તમામને આઇસોલેટ કરવામાં આવ્યા હતા. જ્યારે ચાર દિવસ પહેલા કોરોનાની ઝપેટમાં આવેલા મારવેલહોસ્પિટલ સામે રહેતા ધીરુભાઈ હરિભાઈ ચાણસ્યા નામના ૬૫ વર્ષના વૃદ્ધનું મોત નિપજ્યું છે. જ્યારે આજ રોજ ફરી કોરોના સંક્રમણ વધતા વધુ ૬ લોકો વાયરસની ઝપેટમાં આવ્યા છે. જેમાં થોડા દિવસથી કોરોના એપિસેન્ટર તરિકે ઉભરાતા કોઠારીયા વિસ્તારમાં વધુ કોરોના સંક્રમિત કેસ નોંધાયા છે. જ્યારે અન્ય પોઝિટિવ કેસ સંતકબીર રોડ પર આવ્યાનું જાણવા મળ્યું છે. આજ રોજ વધુ ૬ પોઝિટિવ કેસ નોંધાતાની સાથે જ કોરોનાએ શહેરી વિસ્તારમાં પોતાની ત્રેવડી સદી પુરી કરી છે.

જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ગઈ કાલે ધોરાજીમાં કોરોનાએ વિરામ લીધો હતો. જ્યારે રાજકોટ રૂરલ વિસ્તારમાં ૭, જેતપુર અને ગોંડલમાં ૨ અને જામકંડોરણા અને જસદણમાં વધુ એક-એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધી કુલ ૨૪૩ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે. જેમાં હાલ ૮૫ દર્દીઓ એક્ટિવ હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.