જસદણમાં કોરોનાનો કહેર યથાવત પોઝિટિવ આંક પાંચસોને પાર

સરકારનાં નિયમોનો લોકો દ્વારા ઉલાળ્યો, સોશ્યલ ડિસ્ટન્સના ધજીયા

જસદણ શહેરમાં દિવસો પછી કોરોનાએ ફરી હાહાકાર મચાવતાં લોકોમાં ભારે ભય ફેલાયો છે સોમવારે શહેરના અંબિકાનગર, જીલેશ્ર્વરપાર્ક, ગીતાનગર, તરગાળાશેરી, વ્હોરાવાડ જેવા વિસ્તારોમાં ફરી કોરોના મેદાને પડતાં લોકોમાં રીતસરનો ભય ફેલાયો છે જસદણમાં અનલોકમાં મોટાં ભાગનાં લોકોને જાણે કોરોનાનો ભય જ હોય એવી રીતે વર્તી રહ્યા છે. હાલ કોરોનાએ શહેરમાં અજગરી ભરડો લીધો હોવા છતાં સોશ્યલ ડિસ્ટરન્સ જાળવતા નથી મોંઢે નામ પૂરતું માસ્ક બાંધ્યું હોય છે. આવી બેફિકરાઓની અનેક હરકતાોથી કોરોના પોઝિટીવની સંખ્યા પાંચસોને આંબી ગઇ છે. અડધા દર્દીઓ હજું સારવાર હેઠળ છે. ૧૯ જેટલાં તો સત્તાવાર મરણ આંક છે ત્યારે વધુ કોરોના ન ફેલાય તે અંગે સંબધિત તંત્ર લોકડાઉન જેમ કડક હાથે કામ લે અને તંત્રને શહેરની સામાજિક, રાજકીય, ધાર્મિક વૈદકીય, વેપારી, સેવાકીય સંસ્થાઓ સહકાર આપે તો કોરોના વકરતો અટલી શકે.

Loading...