કોરોનાનો ‘રેલો’ વાજિંત્રના સાધનો સુધી પહોંચ્યો!!

કલાકારોના કાર્યક્રમો બંધ થતાં સાજીંદાઓ અને વાજિંત્રોવાળાઓની હાલત કફોડી બની

સંગીત હરહંમેશથી માનવ જીવન સાથે વણોવાયેલું છે. રૂડો અવસર હોય કે માઠો પ્રસંગ સંગીત તો હોય જ. જે વાજિંત્રોમાંથી મધુર સુરનાદ થાય છે તેને નિર્માણ કરનાર એક આખો સમુદાય જ અલગ હોય છે જે બાબતથી ઘણા લોકો અજાણ હોય છે. સંગીતના વાજિંત્રો બનાવતા સમુદાયને ડબગર સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. જો કે, રાજકોટ સૌરાષ્ટ્રમાં ડબગર સમુદાયનો વર્ગ લહુબ મર્યાદિત છે. આ સમુદાય મોટા ભાગે રોજી રોટી માટે વાજિંત્રો પર નિર્ભર હોય છે. વર્ષોથી અથવા તો પેઢીઓથી આ વર્ગ એક જ ધંધા પર નભેલો છે પણ હાલ આ વર્ગ પાસે માથે હાથ રાખીને રડવા સિવાય કોઈ વિકલ્પ નથી.

ડબગર સમુદાયને રોજી રોટી ત્યારે જ મળી શકે જ્યારે કલાકારોના કાર્યક્રમો શરૂ થાય પણ કોરોના મહામારીએ ભારે કરી. વર્ષ ૨૦૨૦ના શરૂઆતી તબક્કામાં જ કોરોનાએ સમગ્ર વિશ્વને બાનમાં લીધું જેમાંથી ભારત પણ બાકાત રહી શક્યું નહીં. સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા લોક ડાઉન અમલી બનાવવામાં આવ્યું. લોકડાઉનના પરિણામે તમામ ઉદ્યોગ ધંધા પર લોક લાગ્યા અને લોકો બેકાર બન્યા. કોરોના મહામારીનો ભરડો

Loading...