Abtak Media Google News

અત્યાર સુધીમાં કોરોનાથી ૨૨ના મોત

ઉપલેટા શહેરમાં ગઈકાલે વધુ ૩૦ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ ધંધે લાગી ગયું હતું. છેલ્લા ૧૫ દિવસથી દરરોજ ૧૦થી વધારે કેસ નોંધાયા છે. પણ ગઈકાલે ૩૦ જેટલા કેસ નોંધાતા આરોગ્ય વિભાગની કસોટી થઈ હતી. મળતી માહિતી પ્રમાણે છેલ્લા બે દિવસમાં દરરોજ ૨૦૦ જેટલા લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવે છે. ગઈકાલે ૩૦ જેટલા કેસ નોંધાયા હતા.

હાલ આરોગ્ય વિભાગની ટીમ વોર્ડ નં.૩માં સર્વે હાથ ધરી રહી છે. બપોર સુધીમાં શહેર તાલુકામાં કોરોના કેસની સંખ્યા ૪૭૫ ઉપર પહોંચી જવા પામી હતી. જયારે તાલુકના ખીરસરા ગામે આજદિન સુધીમાં એક પણ કેસ નોંધાયો નહોતો ત્યાં ગઈકાલે ૩૦ કેસ નોંધાઈ ચુકયા હતા. જયારે ખીરસરા ગામે આરોગ્ય વિભાગની ટીમ ચકાસણી માટે જતા ઉપસરપંચે ગામમાં ચકાસણી કરવાની ના કહેતા મામલો બિચકયો હતો. અંતે સમજાવટ થતા આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટીંગની ચકાસણી વધારીને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસ બહાર આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.