Abtak Media Google News

ખાનગી હોસ્પિટલોમાં સ્વચ્છતાના ધજીયા ઉડતા કોરોના બોમ્બ ફાટી નીકળવાની દહેશત

જામનગર શહેરમાં છેલ્લા આઠ-દસ દિવસથી કોરોના સંક્રમણનો વ્યાપ વધી રહ્યો છે. દરરોજના ૧૦-૧ર કે તેથી વધુ નવા પોઝિટિવ કેસ આવી રહ્યા છે ત્યારે જામનગરની ખાનગી હોસ્પિટલમાં અન્ય બીમારીઓના નિદાન-સારવાર સમયે કોરોના મહામારી સંદર્ભમાં જે સ્વચ્છતા, સાવચેતી રાખવાની જરૂર છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે.

આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે દર્દીઓ માટેના વેઈટીંગ એરીયામાં સોશ્યલ ડીસ્ટન્શીંગનો અભાવ તથા દર્દીને નિદાન માટે ખુરશી-ટેબલ કે બેડ પર રાખવામાં આવે તો તે દર્દી પછી જ્યારે બીજા દર્દી આવે ત્યારે ખુરશી-ટેબલ કે બેડને સેનેટાઈઝ કરવાની દરકાર લેવામાં આવતી નથી. ખરેખર તો દરેક દર્દી વખતે બેડશીટ બદલાવવા અને સેનેટાઈઝ કરવું જરૂરી છે.

આ રીતે કોઈ દર્દીને સારવાર કે ઈન્જેકશન માટે જે એપ્રન આપવામાં આવે છે તે પણ સેનેટાઈઝ કર્યા વગર એક ના એક જ એપ્રન પહેરાવી દેવામાં આવે છે. ખરેખર તો દરેક દર્દીને અલગ અને સેનેટાઈઝ કરેલા એપ્રન જ આપવા જોઈએ.

ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓના નિદાન-સારવાર વગેરે માટે તગડી ફી વસુલવામાં આવે છે, તેમ છતાં કોરોના મહામારીના સમયમાં ઉપર દર્શાવેલી છે તેવી અનેક બાબતોમાં બેદરકારી જોવા મળે છે. ખરેખર તો આવી ખાનગી હોસ્પિટલોમાં તો સૌથી વધુ સારી રીતે નિયમોનું પાલન થવું જોઈએ અને દર્દીઓને સંતોષ થાય તેવા સ્વચ્છતા-સાવચેતીના તમામ પગલાં લેવા જોઈએ.

જામનગરમાં ખાનગી હોસ્પિટલોના ખ્યાતનામ ડોકટરો જ જો તેમની હોસ્પિટલોમાં આવી બેદરકારી રાખતા હોય તો પછી અન્ય સામાન્ય જનતા કે વ્યવસાયકારો કે ધંધાર્થીઓ પાસેથી શું આશા રાખી શકાય…? ડોકટરોએ તો સમાજમાં તેમની હોસ્પિટલમાં કડક પણે તમામ નિયમોનું પાલન કરીને દાખલો બેસાડવો જોઈએ અને અન્યને પણ પ્રેરણા આપવી જોઈએ તેના બદલે જામનગરમાં ઉંચી ફી લેવી છે પણ તેમાંથી એક રાતી પાઈનો વધારાનો ખર્ચ કરવો નથી…!! પણ આ સ્થિતિના કારણે કોરોના સંક્રમણની દહેશત રહે છે અને અત્યારે જ્યારે લોકલ સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ખુદ ડોકટર દ્વારા જ થઈ રહેલી બેદરકારી જોખમી બની શકે છે. અહીં અન્ય બીમારીના ઈલાજ માટે આવનાર દર્દી કદાચ કોરોના ગ્રસ્ત થઈને બહાર આવે તો નવાઈ નહીં…!! જિલ્લા આરોગ્ય તંત્રએ દરેક ખાનગી હોસ્પિટલોમાં નિયમિત ચેકીંગ કરી આવી ગફલત કે બેદરકારી સામે કડક પગલાં ભરવાની તાતી જરૂર છે.

પીએમ કેર્સ ફંડમાંથી જી.જી હોસ્પિટલને ૫૦ વેન્ટીલેટર ફાળવતા સાંસદ પૂનમ માડમ

344322Eb00000578 3593550 Image M 2 1463442219512

સમગ્ર રાષ્ટ્ર કોવિડ-૧૯ ની મહામારી સામે જંગ લડી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેજા હેઠળ સમગ્ર રાષ્ટ્ર કોરોનાની મહામારી સામે જંગ જીતવા સજ્જ થઈ રહ્યું છે, તેમજ આ સજ્જતાના ભાગરૂપે પી.એમ. કેર્સ ફંડમાંથી મહત્ત્વનું યોગદાન આપવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે રાષ્ટ્રભરમાં જ્યાં-જ્યાં ગંભીર પરિસ્થિતી હોય, અને તાતી જરૂરિયાત હોય તે પૂરી કરવા વડાપ્રધાનના આદેશનુસાર સંપૂર્ણ સેવાઓ પૂરી પાડીને રાષ્ટ્રના જન જનના આરોગ્યની ચિંતા કરવામાં આવી રહી છે. જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલમાં જામનગર જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાઓમાં દર્દીઓ સારવાર માટે આવે છે, જેમાં કોરોનાના ગંભીર દર્દીઓને અમુક વખતે વેન્ટીલેટર પર રાખવાની પરિસ્થિતી ઊભી થાય છે ત્યારે જી.જી. હોસ્પિટલને કોરોના સામેના જંગમાં વધુ સજ્જ કરવા માટે અને દર્દીઓના હિત માટે પી.એમ. કેર્સ ફંડમાંથી પ૦ વેન્ટીલેટર ફાળવવામાં આવ્યા છે. આ અત્યંત જરૂરી સેવાના માનવતા સભર નિર્ણય અને ફાળવણી બદલ સંસદસભ્ય પૂનમબેન માડમે વડાપ્રધાનનો આભાર માન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.