Abtak Media Google News

કોરોના સામે લડતા તબીબો, આરોગ્યકર્મીઓ યોધ્ધા છે

ખાનગી લેબવાળા નાણાં લ્યે તો એ પરત કરવા સરકાર વ્યવસ્થા કરે: સુપ્રીમ કોર્ટ

દેશભરમાં હાલ કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે કોરોના ટેસ્ટ વિનામૂલ્યે કરાવવા અને ખાનગી લેબોરેટરીમાં નાણા ચૂકવાય તો એ પરત કરવા સરકાર વ્યવસ્થા ગોઠવે તેવો સરકારને આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોના સામે લડી રહે તબીબો, આરોગ્ય કર્મચારીઓને યોધ્ધા ગણાવ્યા હતા. બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે લોકો ખાનગી લેબોરેટરીમાં પણ કોરોના ટેસ્ટ કરાવી શકે અને તેના નાણા પરત મળી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

કોરોના સામે લોકો માટે લડી રહેલા તબીબો અને આરોગ્ય કર્મચારીઓ યોધ્ધાઓ છે.

કોરોના ટેસ્ટ અને તેને રોકવા કામ કરી રહેલા ડોકટરો તથા મેડીકલ કર્મચારીઓની સુરક્ષા માટે મંગાયેલી દાદ પણ સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા જણાવ્યું હતુ કે એ લોકો યોધ્ધા છે. અને તેમની તથા તેમના પરિવારોની સુરક્ષા ખૂબજ જ‚રી છે.

ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ માટે લેવાતા નાણાં અંગે ચિંતા કરી જણાવ્યું કે ખાનગી લેબોરેટરીઓને કોરોનાની તપાસ માટે નાણા લેવાતી છૂટ ન હોવી જોઈએ.

સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતુ કે અત્યારે ૧૧૮ લેબોરેટરી દ્વારા રોજના ૧૫ હજાર ટેસ્ટની ક્ષમતા સાથે કામ કરવામા આવી રહ્યૂં છે. અમે સરકાર હવે ૪૭ ખાનગી લેબોરેટરીને પણ ટેસ્ટ કરવાન મંજૂરી આપવાના છીએ આપણો દેશ વિકાસશીલ છે. એટલે આપણને ખબર નથી કે કેટલી લેબોરેટરીની જ‚ર પડશે, લોકડાઉન કેટલુ લંબાશે એ પણ ખબર નથી.

આ અંગે સુપ્રીમે જણાવ્યું કે ખાનગી લેબોરેટરીવાળાને નાણા લેવાની મંજૂરી આપવી ન જોઈએ ટેસ્ટના નાણા પરત મળે તેવી સરકારે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ આ અંગે તુષાર મહેતાએ જણાવ્યું કે આ તમામ સુચનો વિશે અમે વિચાર કરીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.